રાજકોટના આજીનદીના પટ માંથી બાળકનું કપાયેલુ માથું મળી અવવાની ઘટનાનો ભેદ હજુ પણ નથી ઉકેલાયો. પરંતુ આ મામલાનો પર્દાફાશ કરવા માટે પોલીસે વિવિધ ટીમ બનાવીને તપાસની કડક કામગીરી હાથ ધરી છે. જેમાં પોલીસને અમદાવાદનાં નારોલ વિસ્તારમાંથી ગૂમ થયેલા કનૈયા નામનો છોકરો આ છે તેવી શંકા છે. જેના આધારે તેના માતપિતાનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. (તસવીરમાં અમદાવાદમાંથી ગૂમ થયેલા છોકરાનો ફાઇલ ફોટો સાથે સ્કેચ)
આ મામલે મળતી માહિતી પ્રમાણે અદાવાદમાંથી તારીખ 8 ડિસેમ્બરથી એક બાળક શાળાએ ઘરે પાછો આવ્યો ન હતો. ત્યારે તેના શાળામાંથી ઘરે આવતાનાં સીસીટીવી ફૂટેજમાં તે એક માણસ સાથે જઇ રહ્યો છે તેવુ દેખાય છે. પોલીસે જ્યારે પરિવારને તે વ્યક્તિની ઓળખ પૂછી તો તેને તેઓ ઓળખતા ન હતાં. જેથી પોલીસે તે વ્યક્તિ કોણ છે તેની પર પણ તપાસ હાથ ધરી છે. જો કે આ મામલામાં થોડા દિવસ પહેલા મળેલા માથાનાં સંભવિત સ્કેચ પણ તૈયાર કરાવ્યા હતા. ત્યારે પોલીસનું કહેવું છે કે તે સ્કેચમાં દેખાતા બાળકના ચેહરા જેવો જ અમદાવાદમાંથી ગૂમ થયેલો બાળકનો પણ ચહેરો છે.
રૂખડીયા પરા આજી નદીના પટમાંથી 18 ડિસેમ્બરના રોજ કપાયેલુ માથુ મળ્યું હતું. આ માથુ બાળકનું હોવાનું સ્પષ્ટ થયા બાદ પોલીસે 302, 201 મુજબ કાવતરુ-હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ માથુ કોનું છે તેનો ભેદ આજ દિન સુધી ખૂલ્યો નથી. તેથી પોલીસે સંભવિત સ્કેચ પણ તૈયાર કરાવ્યાં હતાં. અલગ-અલગ હેર સ્ટાઇલ ધરાવતાં સ્કેચ તૈયાર કરવામાં આવ્યા હતાં. આ તમામ સ્કેચ પૈકી કોઇ એક સ્કેચ મૃતકના ચહેરા સાથે મળતો હશે તેવું પોલીસનું માનવું છે. કોમ્પ્યુરટ ટેકનોલોજી દ્વારા આ સંભવિત સ્કેચ તૈયાર કરાયા છે.