વિભુ પટેલ, અમદાવાદ: ઉત્તરાયણના (kite flying ) તહેવારને લઇ પતંગ રસિયાઓ ખરીદી કરવા ઉમટી પડ્યા છે. જોકે કોરોનાના (Coronavirus in Ahmedabaf) કારણે, પતંગ માર્કેટમાં તહેવારોની રોનક ફિક્કી પડી છે. જોકે, વેપારીઓ પણ માની રહ્યા છે કે, ગત વર્ષની સરખામણીએ 30% ઓછી ઘરાકી છે દર વર્ષે રાયપુર માર્કેટમાં લોકો પતંગ ફીરકી માસ્ક અલગ અલગ વસ્તુ લેવા માટે ઉમટી પડે છે પરંતુ કોરોનાની મહામારીની અસર ઉત્તરાયણના તહેવાર ઉપર પણ જોવા મળી રહી છે અત્યારે માહોલ ઠંડો જોવા મળી રહ્યો છે.
મહામારી વચ્ચે તહેવારોની ઉજવણી થઈ રહી છે, ત્યારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પણ જરૂરી છે. ત્યારે અમદાવાદ રાયપુર માર્કેટમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાયપુર માર્કેટમાં પતંગના વેપારીઓનું વેકસીન સર્ટિફિકેટ ચેક કરવામાં આવ્યું છે. તેમજ દુકાનમાં કામ કરતા કર્મચારીઓનું પણ વેકસીનેશન સર્ટિફિકેટ ચેક કરવામાં આવ્યું. વેપારીઓ અને દુકાનમાં કામ કરતા કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સ રાખે અને ગાઈડલાઈન પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
ખાડીયા પોલીસ સ્ટેશન પીએસઆઇ આર. એચ. દેસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદની રાયપુર સૌથી જૂની માર્કેટ છે.અને લોકો ઉત્તરાયણ ખરીદી કરવા આવી રહ્યા છે. કોરોના કેસ પણ વધી રહ્યા છે.ત્યારે કોરોનાની ગાઈડલાઈન પાલન લોકો અને વેપારીઓ કરે છે કે નહીં તે માટે અલગ અલગ ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. વેકસીન સર્ટીફીકેટ ચેક કરવામાં આવ્યું છે તેમજ માર્કેટમાં આવતા લોકો અને વેપારીઓ કોરોનાની ગાઈડલાઈન પાલન અને ચેકીંગ દરમિયાન વેકસીનના બંને ડોઝનું સર્ટિફિકેટ નહિ હોય તો કાર્યવાહી કરવામાં આવશે.