

દિપીકા ખુમાણ, અમદાવાદ : અમદાવાદમાં (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) ઈન્ડિયા ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે રમાઇ રહેલી મેચને (Cricket Match) લઇને તમામ લોકોમાં ઉત્સુકતા છે. કેટલાક લોકો તો શનિવાર રવિવારની રાહ જોતા હતા, તો કેટલાક લોકો જોબ અવર્સ પછી મેચ જોવાનું પ્લાનિંગ કરતા હતા, આ વચ્ચે ઘણા અમદાવાદીઓએ નવરાત્રિમાં જેમ પહેલાં બે દિવસ ગરબા રમવાનું ટાળતા હોય એમ ત્રીજા દિવસે મેચ જોવા જવાનો વિચાર કર્યો હતો. પરંતુ એવું શક્ય ન બન્યું. મેચ બે જ દિવસમાં સમેટાઈ ગઈ જેની પાછળનું કારણ પીચ હોવાનું માનવામાં આવી રહ્યું છે.


માત્ર 2 દિવસમાં ટેસ્ટ મેચનું પરિણામ આવે એવું ઇતિહાસમાં 22મી વખત થયું છે. આવા પરિણામ અંગે કોઈને અપેક્ષા નહોતી. પહેલાં દિવસે ઈંગ્લેન્ડ તો એક સેશનમાં આઉટ થઈ ગયુ. ચર્ચા છે કે, મેચ માટે જેવી જોઈએ એવી પીચ નહોતી. કદાચ પીચ નવી હોવાને કારણે માત્ર ક્રિકેટરે પોતાના અનુભવ પર મેચ રમી છે. આ અંગે જાણીતા ક્રિકેટ એકસપર્ટ તુષાર ત્રિવેદીએ ન્યૂઝ18ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પહેલાં દિવસે રિલાયન્સ એન્ડ તરફથી પીચ પરથી ધૂળ ઉડતી હતી અને ક્રિકેટર માટે પીચ ખરાબ બિહેવ કરી રહી હતી જે મહત્વનું કારણ છે કે, મેચ માત્ર 2 દિવસમાં સમેટાઈ ગઈ


બંને ટીમ માટે હવે પોઝિટિવ સમય - બંને ટીમને 7 દિવસ મળ્યા છે. આગામી દિવસની રણનીતિને તૈયાર કરવા માટે ટીમ પાસે પૂરતો સમય છે. વર્લ્ડ ચેમ્પનિયશિપ માટે ઈંગ્લેન્ડ ફાયનલમાં આવવા માટે દાવેદાર થઈ શકે છે. પણ ભારત અને ઓસ્ટ્રલિયા માટે હજી થોડી હરીફાઈ છે. એ માટે જો ભારતે 3-1થી સિરીઝ જીતવી હોય. તો છેલ્લી ટેસ્ટમાં ફરીથી આવું પરિણામ લાવવું પડશે. ઈંગ્લેન્ડની ટીમે ભારતને અટકાવવી હોય તો સિરીઝનું રીઝલ્ટ બે-બે આવે એ સંજોગોમાં ભારત ફાયનલમાં ના આવે તો ઈંગ્લેન્ડ છેલ્લી ટેસ્ટ જીતીને સિરીઝ ડ્રો કરવાનો પ્રયત્ન કરશે.


ભારત વિનીગ કોમ્બિનેશનમાં નહીં કરે ફેરફાર - જાણીતા એક્સપર્ટ તુષાર ત્રિવેદીના મતે ભારત વિનીગ કોમ્બિનેશનનો ફેરફાર નહિ કરે, પરંતુ હાલ ઈંગ્લેન્ડની rotation પોલિસીની ખૂબ જ ટીકા થાય છે. પ્લેયરની જરૂર હોવા છતાં તેને આરામ આપવો જરૂરી છે તેમ માનીને તેને આરામ આપવામાં આવે છે. તેને કારણે ઈંગ્લેન્ડના ઘણા સારા પ્લેયર અત્યારે આરામ કરે છે. એમની રોટેશન પોલિસી છે. આ ખેલાડીને સતત નહિ રમાડવાનો અત્યારે જો રૂટ કે એન્ડરસન જેવા ખેલાડી ને અચાનક આરામ આપવામાં આવે તો મતલબ નથી ઇંગ્લેન્ડની છેલ્લી ટેસ્ટ મેચમાં પૂરેપૂરા સ્ટ્રેંથ સાથે રમવું જોઈએ.