રુત્વિજ સોની, અમદાવાદ: શહેરનાં દાણીલીમડા વિસ્તારમાં એક સનસની ભરી ઘટના બની ગઇ છે. થોડા સમય પહેલાં આ વિસ્તારનો પાંચ વર્ષનો રિયાન શેખ ગૂમ હતો. તેને શોધવા માટે પરિવાર અને પોલીસે દિવસ રાત એક કરી નાખ્યાં હતાં. ત્યારે પોલીસને હવે રિયાન તો ન મળ્યો પણ તેની લાશ હાથમાં લાગી છે. આ લાશની તાપસ કરતાં ક્રાઇમની એવી અરેરાટી ભરેલી ઘટના સામે આવી છે કે, તે અંગે જાણીને જ રૂવાંટા ઉભા થઇ જાય.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં દાણીલીમડા નજીક રહેતા શેખ પરિવારનો પાંચ વર્ષનો પુત્ર રિયાન શેખ અચાનક ગૂમ થઈ ગયો હતો. ચાર બહેનોનો એકનો એક ભાઈ રિયાન પરિવારમાં ખૂબ લાડકો હતો. તે અચાનક ગાયબ થઇ જતાં પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો. બાળકને શોધવા માટે ઈનામની જાહેરાત કરવામાં આવી પોલીસને જાણ કરવામાં આવી પણ કોઈ કડી મળી નહીં. પોલીસ અને પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં કોઈ કડી મળે ત્યાં રિયાનને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા હતા.
<br />એક દિવસ ચાંગોદર પાસે કેનાલમાં એક બાળકની લાશ હોવાની જાણ પોલીસને થઈ હતી. પોલીસે પરિવારને આ વાતની જાણકારી આપી હતી. પરંતુ પરિવારને એમ હતું કે તે રિયાનની લાશ નહીં હોય. પણ સત્ય આનાથી વિપરિત હતું. આ કેનાલમાં મળેલી લાશ માસૂમ રિયાનની જ હતી. રિયાનની લાશ મળતાં જ પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. આખો પરિવાર રોકકળ કરી રહ્યો હતો. બીજી તરફ રિયાનના મોત સંદર્ભે તપાસ કરી રહેલા દાણીલીમડા પોલીસને જે જાણવા મળ્યું તે ખૂબ જ આઘાતજનક હતું.