સંજય ટાંક, અમદાવાદ: કોરોનાના (corona cases) કેસ વધતાની સાથે આરોગ્ય તંત્ર તો કેસોને ડામવાના પ્રયાસ કરી જ રહ્યું છે. ઘણા લોકો કોરોનાથી બચવા ઘરગથ્થુ ઉપચાર કરવામાં પણ લાગી ગયા છે. પરંતુ કેટલીક એવી કસરતો કે યોગના (Yoga for get rid of corona) આસનો છે જે રોજ કરવાથી કોરોના તો દૂર ભાગશે જ સાથે સાથે અન્ય રોગોને પણ તમારાથી દુર ભગાડશે. તો નોંધી લો કેટલાક આસન જે કોરોનાને તો દૂર ભગાવશે જ પણ સાથે તમારામાં નવી ઊર્જાનો નવી ચેતનાનો સંચાર પણ કરશે.
આમ તો યોગ માટે એવું કહેવાય છે કે, યોગ ભગાવે રોગ. દરેક દર્દની દવા છે યોગ. યોગનું મહત્વ શાસ્ત્રો અને પુરાણોમાં પણ દર્શાવવામાં આવ્યું છે. હાલ જ્યારે કોરોનાના કેસ એક એક વધી રહ્યા છે અને ત્રીજી લહેરની શરૂઆત દેખાઈ રહી છે. લોકોને પણ ઘરમાં રહો અને સ્વસ્થ રહો જેવી અપીલ થઈ રહીછે ત્યારે ઘરમાં રહીને સ્વસ્થ રહેવા માટે કેટલીક કસરત મદદરૂપ થઇ શકે છે.