Home » photogallery » gujarat » હવે આંગળીના ટેરવે ચૂંટણીની સચોટ માહિતી, અમદાવાદીએ બનાવી અનોખી App

હવે આંગળીના ટેરવે ચૂંટણીની સચોટ માહિતી, અમદાવાદીએ બનાવી અનોખી App

  • 16

    હવે આંગળીના ટેરવે ચૂંટણીની સચોટ માહિતી, અમદાવાદીએ બનાવી અનોખી App

    કોઈને પેમેન્ટ કરવું હોય કે પછી કોઈ વ્યકિત વિશે જાણવું હોય, ડિજિટલ યુગમાં આંગળીના ટેરવે જે જોઈએ તે મળી જાય છે. હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે લારી ગલ્લાથી લઇને ઓફિસોમાં ચૂંટણીની વાતો થાય છે. પરંતુ કોઈ એવું વિચારે છે કે ચૂંટણીલક્ષી માહિતી ક્યાંથી મળશે ? અમદાવાદના બે યુવાનોને આ વિશે વિચાર્યુ અને બનાવી એવી એપ્લિકેશન જે આપશે ચૂંટણી વિશે સચોટ માહિતી. (દીપિકા ખુમાણ, અમદાવાદ)

    MORE
    GALLERIES

  • 26

    હવે આંગળીના ટેરવે ચૂંટણીની સચોટ માહિતી, અમદાવાદીએ બનાવી અનોખી App

    અમદાવાદની એક IT કંપનીમાં કામ કરતાં યુવાનો દ્વારા ઈન્ડિયન ઈલેક્શન 2019 નામની એક એવી એપ્લિકેશન બનાવવામાં આવી છે, જ્યાં લોકોને મળશે તેમનાં વિસ્તારના ઉમેદવાર, ઉમેદવારની પ્રોફાઈલ અને તેમણે કરેલાં કામની વિગત.

    MORE
    GALLERIES

  • 36

    હવે આંગળીના ટેરવે ચૂંટણીની સચોટ માહિતી, અમદાવાદીએ બનાવી અનોખી App

    લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોઈપણ રાજ્યમાં કઈ સીટ પર કયો ઉમેદવાર ઉભો છે તેની માહિતી પણ આ એપ્લિકેશનમાં સમાવી લેવામાં આવી છે. એટલું જ નહીં આ એપ્લિકેશન દ્વારા તમને દરેક વિસ્તારમાં કેટલાં મતદારો છે તેની માહિતી પણ મળી જશે. જેમ કે કેટલી સ્ત્રીઓ છે કેટલાં પુરુષો છે તે પણ જાણી શકાશે.

    MORE
    GALLERIES

  • 46

    હવે આંગળીના ટેરવે ચૂંટણીની સચોટ માહિતી, અમદાવાદીએ બનાવી અનોખી App

    ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી વખતે લોકો મતદાન જાગૃત્તિ માટે અમદાવાદના ધ્રુવ શાહ અને તેમનાં મિત્રોએ વિચાર્યુ અને ચૂંટણીના 15 દિવસ પહેલાં એપ્લિકેશન પણ બનાવી.

    MORE
    GALLERIES

  • 56

    હવે આંગળીના ટેરવે ચૂંટણીની સચોટ માહિતી, અમદાવાદીએ બનાવી અનોખી App

    આ વખતે આ જ એપ્લિકેશન ઈલેક્શન 2019ના નામ સાથે ફેરફારો કર્યા છે. જેમાં તેમણે આ વખતે પક્ષે શું કરવું જોઈએ અને શું છે લોકોની સમસ્યા તે જાણવા બર્નિગ ઈશ્યુ નામની કેટેગરી પણ એડ કરી છે. જેમાં કોઈપણ વ્યક્તિ પોતાને સતાવતી સમસ્યાની જાણ કરી શકે છે.

    MORE
    GALLERIES

  • 66

    હવે આંગળીના ટેરવે ચૂંટણીની સચોટ માહિતી, અમદાવાદીએ બનાવી અનોખી App

    આગામી સમયમાં અમદાવાદના આ યુવાનો દ્વારા ગુજરાતનાં MLAની ડિજિટલ વેબસાઈટ પણ તૈયાર કરવાની છે. જેનાં દ્વારા લોકો MLA સાથે પોતાના પ્રશ્નોને લઈને સીધો સંપર્ક સાધી શકશે.

    MORE
    GALLERIES