સંજય ટાંક અમદાવાદ, આમ તો કોઈ પણ સરકારી કર્મચારીઓ (Gujarat Government) ચહેરો પગાર પંચનો અમલ થાય પછી ખુશ ખુશાલ જોવા મળતો હોય છે. પણ સરકારી ગ્રાન્ટેડ કોલેજોના (Government Granted Collage) 70 અધ્યાપકો એવા છે જેઓ સાતમાં પગારપંચનો અમલ થયાનાં (seventh pay commission) દોઢ - બે વર્ષ પછી પણ ખુશ નથી. જેનુ મૂળ કારણ છે પગારમાં થયેલો ઘટાડો.
આ મામલે છેલ્લા એક વર્ષથી અધ્યાપકો સરકારેને રજુઆત કરી રહ્યા છે પણ સરકારમાંથી કોઈ જવાબ નહિ આવતા અધ્યાપકોમાં નારાજગી જોવા મળી છે. રાજ્યના શિક્ષણ વિભાગની સાતમા પગાર પંચની અમલવારીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. બેદરકારીને કારણે કેટલાક પ્રોફેસરોનો પગાર વધવાને બદલે 25થી 30 હજાર ઘટી ગયો છે જે આશ્ચર્ય પમાડે તેવી વાત છે.
સામાન્ય રીતે પગારપંચનો અમલ થાય એટલે પગાર વધી જતો હોય પણ રાજ્યની સરકારી ગ્રાન્ટેડ કોલેજોના 70 અધ્યાપકોનો પગાર વધવાની જગ્યાએ ઘટ્યો છે. સરકારે 7માં પગારપંચનો લાભ આપ્યા બાદ પ્રોફેસરોનો પગાર છઠ્ઠા પગારપંચ કરતા પણ ઘટી ગયો છે. દેશમાં આવો ઉલ્ટી ગંગા જેવો ઘાટ સર્જાયો હોય તેવું પહેલી વખત બન્યું છે કે ઉચ્ચતર પગાર ધોરણ આપતા પગાર વધવાને બદલે ઘટી ગયો હોય. આ મામલે ગ્રાન્ટેડ કોલેજમાં ફરજ બજાવતા અને પીએચડી કરાવતા પ્રોફેસરનું કહેવું છે કે હું 27 વર્ષથી એસોસીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. પગારપંચની ગણતરીમાં ભૂલને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક વર્ષથી પ્રોફેસરો આ બાબતે અનેક વખત રજુઆત કરી પણ કોઈ ઉકેલ નથી આવતો.
છઠ્ઠા પગારપંચના અમલમાં મને છેલ્લો ગ્રેડ પે 9 હજાર મળતો હતો. 7માં પગાર પંચના અમલ વખતે સરકારે એવું ઠરાવ્યું કે 1-12016ની સ્થતિએ અમલવારી કરવી. એ સ્થિતિ પ્રમાણે મને 9 હજારની જગ્યાએ 8 હજાર સ્કેલની સ્થતિએ મુકતા પગાર દર મહિને 25થી 30 હજાર ઘટી ગયો છે. આવા 70 અધ્યાપકો છે જેમને પગાર વધવાની જગ્યાએ ઘટી ગયો છે.