રાજ્ય પોલીસ ભરતી બોર્ડના પ્રમુખ વિકાસ સહાયએ જણાવ્યું હતું કે બે લાખ પરિક્ષાર્થીઓએ પરીક્ષા જ આપી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકરક્ષકદળની પરીક્ષા યોજાઇ હતી જેમાં ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા 8.76 લાખ ઉમેદવારોને કોલ લેટરો ઇસ્યું કરવામાં આવ્યા હતા. જે પૈકી કુલ 6.75 લાખ ઉમેદાવારોએ પરીક્ષા આપી હતી. જેથી બે લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી ન હતી.
ગઇ કાલે સવારે કુલ 2500 સેન્ટરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 8 વાગ્યાથી બાયોમેટ્રીક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધર્યા બાદ આઇડી પ્રુફ સહિતના પુરાવાની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 10.30 વાગ્યાથી પરિક્ષાર્થીઓને વર્ગ ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સવારે 11 વાગ્યાથી પરીક્ષા શરુ થઇ હતી.