શહેરના કારેલીબાગ, ફતેગંજ, પ્રતાપગંજ, સયાજીગંજ, અકોટા, પોલો ગ્રાઉન્ડ, કાલાઘોડા સહીતના વિસ્તારોમાં વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા છે. ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં 300 જેટલા મગરો વસવાટ કરે છે અને દર ચોમાસે શહેરમાં ચડી આવે છે, ત્યારે આ પૂરની સ્થિતીમાં વડોદરાવાસીઓ માથે જોખમ તોળાઈ રહ્યું છે.