Home » photogallery » gujarat » Vibrant Navratri : વીઆઇપી શૌચાલયોમાં પણ છે ACની સુવિધા

Vibrant Navratri : વીઆઇપી શૌચાલયોમાં પણ છે ACની સુવિધા

આ મહોત્સવમાં વીવીઆઈપી માટે કામચલાઉ ધોરણે શૌચાલય બનાવવામાં આવ્યાં છે જેમાં એરકન્ડિશનરની (AC) સુવિધા આપવામાં આવી છે.

  • 14

    Vibrant Navratri : વીઆઇપી શૌચાલયોમાં પણ છે ACની સુવિધા

    સંજય ટાંક, અમદાવાદ : આજથી શારદીય નવરાત્રીનો (Navratri) પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આ વખતનાં ગરબામાં (Garba) વરસાદે વિધ્ન નાંખ્યુ છે. શહેરમાં અનેક મોટા પાર્ટી પ્લોટે પહેલા અને બીજા નોરતાઓ રદ કર્યા છે. ત્યારે રાજ્ય સરકાર (Gujarat Government) આયોજીત વાયબ્રન્ટ નવરાત્રી (Vibrant Navratri) મહોત્સવમાં તડામાર તૈયારી ઓ થઇ રહી છે. જીએમડીસી (GMDC) ગ્રાઉન્ડ પર ભરાયેલ વરસાદી (Monsoon) પાણીને તંત્ર મશીનની મદદથી કાઢી રહ્યું છે. ત્યારે આ મહોત્સવમાં આંખે ઉડીને સામે આવે તેવો એક વિવાદ સર્જાયો છે. આ મહોત્સવમાં વીવીઆઈપી માટે કામચલાઉ ધોરણે શૌચાલય બનાવવામાં આવ્યાં છે જેમાં એરકન્ડિશનરની (AC) સુવિધા આપવામાં આવી છે. આ મહોત્સવમાં ગયા વર્ષે પણ શૌચાલયોમાં એસી મુકવામાં આવ્યાં હતાં.

    MORE
    GALLERIES

  • 24

    Vibrant Navratri : વીઆઇપી શૌચાલયોમાં પણ છે ACની સુવિધા

    કામચલાઉ ધોરણે મૂકવામાં આવેલા શૌચાલયમાં બે એસી લગાવવામાં આવ્યા છે. જેમાં એક એસી પુરુષ શૌચાલયમાં તો બીજુ એસી મહિલા શૌચાલયમાં લગાવાયું છે. માત્ર વીઆઇપી જ નહીં સામાન્ય લોકોના શૌચાલયમાં પણ આ વખતે બે-બે એસી લગાવવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 34

    Vibrant Navratri : વીઆઇપી શૌચાલયોમાં પણ છે ACની સુવિધા

    અમદાવાદનાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ માટે રંગેચંગે તૈયારીઓ થઇ રહી છે. વરસાદના વિઘ્ન વચ્ચે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ માટેની તૈયારીને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે. શહેરમાં આજે અનેક જગ્યાએ ગરબા રદ કરવામાં આવ્યાં છે.

    MORE
    GALLERIES

  • 44

    Vibrant Navratri : વીઆઇપી શૌચાલયોમાં પણ છે ACની સુવિધા

    હાલની સ્થિતિ જોતાં આજે તડકો ના નીકળે અને થોડો પણ વરસાદ પડે તો પણ આયોજકો મુશ્કેલીમાં આવી શકે છે. આજે માત્ર ઉદ્ઘાટન જ કરવામાં આવે અને ખેલૈયાઓને રાસ-ગરબા માટે વરસાદના પાણી ઉતરે તેની રાહ જોવી પડે તેવી સંભાવના સેવાઇ રહી છે.

    MORE
    GALLERIES