નવીન ઝા અમદાવાદ: આંતર રાજ્ય ચેઈનસ્નેચિંગ (Chain Snatcher)કરતા આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી હવાઈ માર્ગે મુસાફરી કરી ગુજરાતની સાથે બૈંગ્લુરુ (Banguluru) અને હૈદરાબાદમાં (Haydrabad) પણ ચેઈન સ્નેચિંગ કરવા જતો હતો. આરોપીએ હૈદરાબાદમાં એક જ દિવસમાં 8 ચેઈન સ્નેચિંગ કરતા તેની ઉપર ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપીની પુછપરછમાં માલૂમ થયુ કે તેણે આવી 18 ચોરીઓ કરી છે.
બીજી તરફ તે આ ચોરી બાદ ફ્લાઈટમાં હૈદરાબાદ ગયો અને ત્યાં એક જ દિવસમાં 8 ચેઈન સ્નેચિંગ કરી બેંગ્લુરુ ભાગી ગયો હતો. જ્યાં તેણે 4 ગુનાને અંજામ આપ્યો હતો જે બાદ તે અમદાવાદ પરત આવી ગયો હતો. પરંતુ તે સમય દરમિયાન આરોપીની એક્ટિવા અને થેલો શાહિબાગ પોલીસે કબ્જે કર્યા હતા. જેથી તે નાસતો ફરતો હોવાનુ સામે આવ્યું છે.
આરોપી ઉમેશ ખટીક અગાઉ 50 જેટલા ચેઈન સ્નેચિંગના ગુનામાં જેલવાસ ભોગવીને આવ્યો હતો. અને માત્ર 5 મહિનામાં 18 ચેઈન સ્નેચિંગને અંજામ આપ્યો છે. પોલીસ તપસામાં સામે આવ્યુ કે હૈદરાબાદ પોલીસે આરોપી ઉમેશ પર એક લાખનુ ઈનામ પણ જાહેર કર્યુ છે. જેની પોલીસ માહિતી મેળવી રહી છે. સાથે જ સોનાની ચેન આરોપી ક્યાં વેચે છે. તે સોનીની પણ તપાસ હાથ ધરી છે..