પ્રણવ પટેલ, અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે . અમદાવાદ ખાતે કોચરબ આશ્રમ ખાતે અમિત શાહએ સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૨ માર્ચ એટલે દાંડી યાત્રા આજના દિવસે મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ થી દાંડી યાત્રા કરી અંગ્રેજો સામે લડતના એંધાણ શરૂ કર્યા હતા. ત્યારે આજે ૧૨ માર્ચના રોજ વિદ્યાપીઠ દ્વારા પણ દાંડી સાયકલ યાત્રાનું આયોજન કરાયું હતું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ જણાવ્યુ હતું કે આજના નાનકડા પણ મહત્વ કાર્યક્રમમાં ઉપસ્થિતિ સૌ કોઇ લોકોને અભિનંદન આપુ છું . આજે કોચરબ આશ્રમમાં હું દશ વર્ષ પછી આવ્યો છું . આ આશ્રમ પહેલા બન્યો ત્યાર બાદ સાબરમતી આશ્રમ બન્યો છે. આ ભુમીમા કઇક અલગ રોમાંચ છે . સાયકલ યાત્રા નિકળવાની છે એટલે હું નિશ્ચિત કહીશ કે દાંડી યાત્રાએ સમગ્ર વિશ્વમાં કઇક અલગ જ સ્થાન મળ્યું .
દાંડી યાત્રા સમયે કોઇ ટેકનોલજી ન હતી . કોમ્યુનિકેશન કોઇ સાધન ન હોવા છતા ગાંધીજીએ બોલેલા એક શબ્દ કાશ્મીરથી લઇ કન્યાકુમાર સુધી પહોંચી જતુ તે એક સત્યની લડાઇ હતી. દાંડી યાત્રા દરમિયાન સરદાર ધરપકડ થઇ હતી . પરંતુ અંગ્રેજો ગાંધીજીની અટકાયત કરતા પણ ડરતા હતા. જો ગાંધી વિચાર ધારા પહેલાથી જ દેશમાં આવી હોત તો દેશમાં કઇક અલગ દિશમાં આજે પહોંચ્યો હતો.