

પ્રભુ રામના મંદિર (Ram Temple)ના નિર્માણ માટે પ્રસિદ્ધ કથાવાચક મોરારિ બાપુ (Morari Bapu)એ 5 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. ભાવનગરમાં મોરારિ બાપુએ રામકથાનું વાચન કરતા કહ્યું કે વ્યાસપીઠથી રામલલા મંદિર બનાવવા માટે 5 કરોડ રૂપિયા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આપવામાં આવશે. મોરારી બાપુએ કહ્યું કે સૌથી પહેલા રામ જન્મભૂમિ માટે અહીંથી 5 કરોડ રૂપિયા મોકલવામાં આવશે. જે પ્રભુ શ્રી રામની ચરણોમાં એક તુલસીપત્રના રૂપમાં ભેટ હશે.


સાથે જ મોરારિ બાપૂએ રામકથાના વાચન કરતા તેમ પણ કહ્યું કે ચિત્રકૂટમાં અમારો જે આશ્રમ છે તેની તરફથી રામ જન્મભૂમિ માટે 5 લાખ રૂપિયા આપવામાં આવશે. બીજી તરફ ટ્રસ્ટે અપીલ કરી છે ચાંદીની જગ્યાએ ભક્તો રોકડ રકમ દાન કરે.


ઉલ્લેખનીય છે કે શ્રી રામ જન્મભૂમિ તિર્થી ક્ષેત્રની તરફથી મંદિર નિર્માણ માટે દાન કરવાની અપીલ કરવામાં આવી છે. વિહિપના ટ્રસ્ટના સદસ્ય ચંપત રાયે કહ્યું છે કે અનેક શ્રદ્ધાળુઓ ચાંદીની શિલા લઇને અયોધ્યા આવી રહ્યા છે. આજે મંદિર નિર્માણ માટે બેંકમાં નાણાં જોઇએ છે ચાંદી નહીં. માટે જે શ્રદ્ધાળુ ચાંદી લઇને આવી રહ્યા છે તેમને અમારું નિવેદન છે કે તે ચાંદીની સમાન રોકડ બેંક એકાઉન્ટમાં જમા કરાવે.


ઉલ્લેખનીય છે કે વિશ્વ હિંદૂ પરિષદ રામ મંદિર નિર્માણ માટે ગામ-ગામ અને શહેર શહેર દાનપત્ર લઇને ફરશે અને લોકો પાસેથી દાન ઉગરાવશે. જેથી રામ મંદિરનું નિર્માણ જનભાગીદારીથી બને અને તમામ હિંદુઓને આ મંદિર બનાવવા માટે દાન આપવાની તક મળે. તમને જણાવી દઇએ કે 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરશે અને તેની આધારશીલા રાખશે.


તેવામાં રામની નગરીમાં આ માટે તડમાર તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યાને નવવધૂની જેમ શણગારવામાં આવી છે. અને ભૂમિપૂજનના બે દિવસના આ કાર્યક્રમ દરમિયાન અયોધ્યામાં દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવશે. અને તેની સજાવવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે પણ ભૂમિ પૂજનની તમામ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.