બનાવની વિગત પ્રમાણે પટેલ મહેશભાઈ અને તેમના પત્ની જયાબેન સુરતથી ટ્રાવેલ્સમાં બેસી લિંબડી ઉતર્યા હતા. લિંબડીથી સુરેન્દ્રનગર તરફ આવવા સફારી કારમાં લિફ્ટ લીધી હતી. સફારી કારમાં બેસેલા પાંચ લૂંટારુઓઓએ દંપતી પાસેથી થેલામાંથી ઘરેણાં અને 50 હજાર રોકડા રૂપિયા કાઢી લીધા હતા. આ પછી દંપતીને વઢવાણમાં મહિન્દ્રા શો રૂમ પાસે ઉતારી દીધા હતા.
ઘરેણાં અને રોકડ રકમ સાથે લૂંટારુઓ કારને લખતર તરફ દોડાવી હતી. આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વાયરલેસ મેસેજ છોડી લખતર-વિરમગામ હાઇવે બ્લોક કર્યો હતો. લખતર હાઇવે ઉપર પૂરપાટ દોડતી સફારી કારનો લખતર પોલીસે પીછો કરતા ફિલ્મી જેવા દિલધડક દ્રશ્યો સર્જાયા હતા. આખરે લખતર પોલીસે કારનો પીછો કરી મહિલા સહિત ચાર શખ્સોને દબોચી લીધા હતા.