કિંજલ કારસરીયા, જામનગર: જામનગર (rainfall in Jamnagar) જિલ્લામાં ગઈકાલથી ગુલાબ (Gulab Cyclone) અને શાહીન (Shaheen Cyclone) વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરિયામાં (Arabian sea) વેલમાર્ક ડીપ ડિપ્રેશન થઇ રહ્યું છે જેને લઇને હવામાન ખાતા (Gujarat weather forecast) દ્વારા આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ (heavy rainfall) પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. તો બીજી તરફ 60 કિલોમીટરની ઝડપે ભારે પવન પણ ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 5 ઇંચ આસપાસનો વરસાદ નોંધાયો છે. તાલુકાના આંકડા તપાસીએ તો, કાલાવડ તાલુકામાં 108 મિમી, જામજોધપુર તાલુકામાં 60 મિમી, જામનગર તાલુકામાં 121 મિમી, જોડિયા તાલુકામાં 38 મિમી, ધ્રોલ તાલુકામાં 41 મિમી, લાલપુરમાં 114 મિમી વરસાદ પડયાનું નોંધાયું છે. જ્યારે જામનગર જિલ્લાના મોટાભાગના જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો, તમામ જળાશયો ભરાઇ ચૂક્યા છે અને જળ લેવલ મેઈન્ટેન કરવા માટે અનેક જળાશયોના દરવાજા ખોલી પાણી પણ છોડાઈ રહ્યું છે.
છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને લઇને જામનગરની ભાગોળે આવેલા દરેડ ખોડિયાર મંદિરની ફરતે સતત જળ સપાટી વધી રહી છે અને પાણીના પ્રવાહ વચ્ચે માતાજીનું મંદિર આવતા ભક્તો અને ભગવાન વચ્ચે અંતર વધ્યું છે. ખોડીયાર માતાજીના મંદિરે જવાના રસ્તે પુલ પરથી પણ ધસમસતા પાણીના પ્રવાહને કારણે સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.