Home » photogallery » gujarat » રાજકોટ ભાજપે વિજય રૂપાણીને ફરી CM બનાવી દીધા? વાયરલ થઇ રહ્યું છે બોર્ડ

રાજકોટ ભાજપે વિજય રૂપાણીને ફરી CM બનાવી દીધા? વાયરલ થઇ રહ્યું છે બોર્ડ

Rajkot News: મીડિયા અહેવાલો બાદ રાજકોટ ભાજપે ભુલ સ્વીકારીને સુધારી હતી. રાજકોટ ભાજપના કાર્યાલય પરનું વિવાદિત બોર્ડ સુધારાયું હતુ.

विज्ञापन

  • 14

    રાજકોટ ભાજપે વિજય રૂપાણીને ફરી CM બનાવી દીધા? વાયરલ થઇ રહ્યું છે બોર્ડ

    રાજકોટ: રાજકોટ ભાજપનું (Rajkot BJP) નામ હાલ ચર્ચાના ચકડોળે ચઢેલું છે. ત્યારે રાજકોટ ભાજપના કાર્યાલય પર વિવાદિત બોર્ડ લગાવવામાં આવ્યું હતુ. બોર્ડ પર મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનું (Vijay Rupani) નામ લખવામાં આવ્યું હતુ. જોકે, મીડિયામાં અહેવાલ આવતા ભાજપે (Gujarat BJP) પોતાની ભૂલ સ્વીકારીને વિજય રૂપાણીની આગળ પૂર્વ મુખ્યમંત્રી લખી નાંખ્યુ હતુ.

    MORE
    GALLERIES

  • 24

    રાજકોટ ભાજપે વિજય રૂપાણીને ફરી CM બનાવી દીધા? વાયરલ થઇ રહ્યું છે બોર્ડ

    આ અંગે વિસ્તૃતમાં વાત કરીએ તો, રાજકોટ ભાજપના કાર્યાલયના લેટર બોક્સ પર એક બોર્ડ લગાવાયું હતુ. જે બાદ ઘણી જ ચર્ચાનું કારણ બન્યું હતુ. લેટર બોક્સના બોર્ડ પર વિજય રૂપાણીને CM તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ સાથે બોર્ડમાં MP રામભાઈ મોકરિયા, મોહન કુંડિરાયાની પણ તકતી રાખવામાં આવી હતી. જોકે, મીડિયા અહેવાલો બાદ રાજકોટ ભાજપે ભુલ સ્વીકારીને સુધારી હતી. રાજકોટ ભાજપના કાર્યાલય પરનું વિવાદિત બોર્ડ સુધારાયું હતુ. જે બાદ બોર્ડમાં વિજય રૂપાણીના નામ આગળ પૂર્વ મુખ્યમંત્રી લખવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 34

    રાજકોટ ભાજપે વિજય રૂપાણીને ફરી CM બનાવી દીધા? વાયરલ થઇ રહ્યું છે બોર્ડ

    નોંધનીય છે કે, ભાજપના કેન્દ્રિય મોવડી મંડળે દેશના ઈતિહાસમાં પહેલીવાર નો રિપીટ થિયરી અપનાવીને ગુજરાતના સીએમ, ડેપ્યુટી સીએમ સહિત સરકારના તમામ મંત્રીઓને બદલીને આખી નવી સરકાર બનાવી હતી. વિજ્ય રૂપાણી અને તેમના મંત્રી મંડળના રાજીનામાં બાદ ગુજરાતમાં નવું મંત્રી મંડળ બન્યું. છેલ્લાં 65 દિવસથી અમદાવાદના ઘાટલોડિયાના ભાજપના ધારાસભ્ય ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદરી સંભાળી રહ્યાં છે. પરંતુ રાજકોટ ભાજપ કાર્યાલય પર લાગેલું બોર્ડ તો કાંઇક અલગ જ કહી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 44

    રાજકોટ ભાજપે વિજય રૂપાણીને ફરી CM બનાવી દીધા? વાયરલ થઇ રહ્યું છે બોર્ડ

    ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપનો આંતરિક વિખવાદ ઘીરે ધીરે સામે આવી રહ્યો હોય તેવા ઉદાહરણો જોવા મળી રહ્યા છે. જોકે, ગુજરાતનાં મુખ્યમંત્રી કોણ છે તે રાજ્યના દરેક વ્યક્તિને ખબર છે ત્યારે આ બોર્ડ બનાવવામાં આટલી મોટી ભૂલ થઇ જાય તે તો માનવામાં આવે તેવી બાબત નથી.

    MORE
    GALLERIES