અંકિત પોપટ, રાજકોટ : કોરોનાકાળ શરૂ થયા બાદ અનેક વ્યક્તિઓએ પોતાની નોકરી ધંધા વેપાર રોજગાર ગુમાવવાનો વારો આવ્યો છે. તો કેટલાક લોકો નોકરી છોડી આત્મનિર્ભર પણ બન્યા છે. ત્યારે રાજકોટમાં બે બહેનપણી એવી પણ છે કે જે ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ નોકરી કરવાની જગ્યાએ પાણીપુરીનો ધંધો શરૂ કરી બની 'આત્મનિર્ભર' બની છે.
આપ જે બે યુવતીઓને જોઈ રહ્યા છો યુવતીઓના નામ છે ભાવના કણજારીયા તેમજ પૂજા રાઠોડ. ત્યારે ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં બંને ધંધાર્થી બહેનપણીઓ નું કહેવું છે કે, બિઝનેસ સ્ટાર્ટ કરવા પાછળનો મુખ્ય હેતુ એટલો જ હતો કે, નોકરીમાં માલિક આપે તેટલો પગાર આપણે લેવાના હકદાર બનીએ છીએ. જ્યારે કે બિઝનેસમાં આપણે જેટલી મહેનત કરીએ તેટલું વળતર મેળવવાના આપણે હકદાર બનીએ છીએ.
ન્યૂઝએટઈન ગુજરાતી સાથેની વાતચીતમાં ભાવના કણજારીયાએ જણાવ્યું છે કે, વર્ષ 2006 - 2007 અને 2007 - 2008 માં તેણીએ સ્કૂલ લેવલે નેશનલ ગેમમાં ભાગ લીધો હતો. જ્યારે વર્ષ 2010 - 11 માં યુનિવર્સિટી દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટમાં પણ ભાગ લીધો હતો. ત્યારે ક્રિકેટ મેચ રમતા બોલ વાગવાથી તેને ઈન્જરી થઈ હતી અને જેના કારણે તેને એક સર્જરી પણ કરાવી હતી. જે બાદ તેણે ક્રિકેટ છોડી પોરબંદરમાં ડ્રાઇવિંગ સ્કૂલ ત્યારબાદ રાજકોટમાં ક્રિકેટ કોચ તરીકે પણ સેવા આપી હતી.
ત્યારે બંને ધંધાર્થી બેનપણીઓ નું કહેવું છે કે, નોકરી કરતા તેઓ પોતાના પાણીપુરીના વ્યવસાયમાં સારું એવું વળતર મેળવી લે છે. તો સાથોસાથ પોતાના વ્યવસાય મારફત તે આપણા સભ્ય સમાજમાં એક મેસેજ પણ પ્રસાર કરી રહી છે કે ફૂડના બિઝનેસમાં માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ મેદાન મારી શકે છે. તો સાથે જ ભવિષ્યમાં બંને બહેનપણીઓ પોતાનો food court બનાવવા માગે છે.