Home » photogallery » gujarat » મોરબી : મામાના ઘરે આવ્યા હતા દિવાળી કરવા પણ મળ્યું મોત, બે ભાણેજ સહિત ત્રણના ડૂબી જવાથી મોત

મોરબી : મામાના ઘરે આવ્યા હતા દિવાળી કરવા પણ મળ્યું મોત, બે ભાણેજ સહિત ત્રણના ડૂબી જવાથી મોત

બે ભાણેજ અને મામાના પુત્ર સહિત ત્રણના ગામના તળાવમાં અકસ્માતે ડૂબી જતાં કમકમાટીભર્યા મોત નિપજ્યા

  • 14

    મોરબી : મામાના ઘરે આવ્યા હતા દિવાળી કરવા પણ મળ્યું મોત, બે ભાણેજ સહિત ત્રણના ડૂબી જવાથી મોત

    અતુલ જોશી, મોરબી : દિવાળીના (Diwali-2021)પર્વ નિમિતે રાજકોટથી (Rajkot)ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રોકાવા આવેલા બે ભાણેજ અને મામાના પુત્ર સહિત ત્રણના ગામના તળાવમાં અકસ્માતે ડૂબી (drowned in Rohishala village)જતાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે આ કરુણ ઘટનાને કારણે રોહિશાળા ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

    MORE
    GALLERIES

  • 24

    મોરબી : મામાના ઘરે આવ્યા હતા દિવાળી કરવા પણ મળ્યું મોત, બે ભાણેજ સહિત ત્રણના ડૂબી જવાથી મોત

    ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રહેતા હિતેશભાઈ નિમાવતના ભાણેજ પાર્થ અતુલભાઈ દેવમુરારી (ઉ.વ.18) અને પાવન અતુલભાઈ નિમાવત (ઉ.વ.16) બંને રાજકોટથી દિવાળીનો તહેવાર કરવા આવ્યા હતા. આ બંને પોતાના મામા હિતેશભાઈ નિમાવતના પુત્ર મેહુલ નિમાવત (ઉ.વ.20) સાથે રોહિશાળા ગામના ધણચોક નજીક આવેલ તળાવમાં ન્હાવા ગયા હતા.

    MORE
    GALLERIES

  • 34

    મોરબી : મામાના ઘરે આવ્યા હતા દિવાળી કરવા પણ મળ્યું મોત, બે ભાણેજ સહિત ત્રણના ડૂબી જવાથી મોત

    આ દરમિયાન ન્હાતી વેળાએ અકસ્માતે ડૂબી જતાં ત્રણેયના કરુણ મોત નિપજયા છે. જેને પગલે તંત્ર દ્વારા તમામના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 44

    મોરબી : મામાના ઘરે આવ્યા હતા દિવાળી કરવા પણ મળ્યું મોત, બે ભાણેજ સહિત ત્રણના ડૂબી જવાથી મોત

    અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ત્રણના મોત- જૂનાગઢના જિલ્લામાં (junagadh news) એક ગોઝારો અકસ્માત (accident) સર્જાયો હતો. અહીં નવસારીના પરિવારની કારને અકસ્માત નડતાં પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. મળતી માહિતી પ્રમાણે કારનું આગળનું ટાયર નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો. પટેલ પરિવાર નવસારીથી (Navsari) વાયા તાર્થધામના દર્શન કરીને સોમનાથ (somnath) દર્શન કરવા જતો હતો. ત્યારે રસ્તામાં જ અકસ્માત સર્જાયો હતો. પિતા પુત્રના મોતથી નવસારીના પટેલ પરિવારમાં માતમ છવાયો છે. મળતી માહિતી પ્રમાણે ઈજાગ્રસ્તોમાં કૃપાલી દિનેશ પટેલ, પ્રિટેશ રાજેન્દ્ર દોરી, રમીલા હરેશ પટેલનો સમાવેશ થાય છે.

    MORE
    GALLERIES