

અંકિત પોપટ, રાજકોટ : આજે શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે ભાઇ-બહેનનો પવિત્ર અને પ્રેમ ભર્યો તહેવાર રક્ષાબંધન. ત્યારે આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ એક એવા ભાઈ બહેનની કહાની કે જેમનો સાથ પોતાના સગા વ્હાલાએ તો છોડી દીધો પરંતુ બંને ભાઈ-બહેન દિવ્યાંગ હોવા છતાં પોતાના પરિશ્રમથી પોતાના જીવનને પારસમણિ સમુ બનાવવાની કોશિશ કરી રહ્યા છે.


હરેશ ભાઈ અને ચંપા બેન મૂળ માણાવદર ગામ પાસેના વતની છે બંને ભાઈ બહેન. આજથી સાતેક વર્ષ પહેલાં બને ભાઈ બહેન માતા પિતા વિહોણા બનતા તેમના પોતાના પરિવારજનો એ તેમની શારીરિક કુરૂપતા અને અક્ષમતાના કારણે તેમનો ત્યાગ કર્યો હતો તેમને રસ્તે રઝડતા કર્યા હતાં. પરંતુ સમયની અને સમાજની ઠોકર ખાતા ખાતા બંને ભાઈ બહેન પહોંચ્યા રાજકોટની સામાજિક સંસ્થા બોલબાલા ટ્રસ્ટના આંગણે. છેલ્લા 6 વર્ષથી આ બહેન અને ભાઈ આ સંસ્થાના કર્મી બની ને સંકળાયેલા છે.


આજે રક્ષાબંધના પવિત્ર તહેવારના દિવસે આ બહેન ભાઈનો પ્રેમ જોઇને કોઈની આંખોમાં આંસુ આવી જાય છે. ત્યારે છેલ્લા છ વર્ષમાં આ બહેન અને ભાઈ બોલબાલા ટ્રસ્ટમાં કામ કરી રહ્યા છે.


પોતાની જાતે જે થઈ શકે તે યથાયોગ્ય કામ કરીને પોતાના પરિશ્રમથી પોતાનું જીવન પારસમણિ બનાવી રહ્યાં છે.