

હરિન માત્રાવાડિયા, અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન 6 જેટલા વાહનોમાં આગ ચાંપી દેનારા આરોપીની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.


રાજકોટમાં 22મી ડિસેમ્બરે મોડીરાત્રીના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જિલ્લા ગાર્ડન પાસે સલ્મ ક્વાર્ટર પાસે ચાર જેટલા બાઈક તેમજ એક રિક્ષાને રાત્રે આગ લગાવી દેવાનો બનાવ બનવા પામ્યો છે. રાજકોટમાં હાલ રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે પોલીસ પણ તેનો કડક અમલ કરાવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન આગચંપીના આ બનાવથી અનેક સવાલો ઊઠ્યા હતા.વહનોને આગ લાગવાની ફરિયાદ બાદ ભક્તિનગર પોલીસની અલગ અલગ ટીમો આગ ચાંપનારની શોધ ખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તેમજ શંકાસ્પદ 40 જેટલા લોકોને રાઉન્ડઅપ કરી તેમની પૂછપરછ હાથ ધરી હતી. બીજી તરફ પોલીસની અન્ય ટિમો દ્વારા ટેક્નિકલ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી પણ આગ ચાંપનરની ઓળખ મેળવવા કાર્યાવહી હાથ ધરાઇ હતી. સાથે જ ભક્તિનગર પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટિમ પણ શોધખોળ કરી રહી હતી ત્યારે શહેરના કેનાલ રોડ પરથી એક શખ્સની ધરપકડ કરી હતી.


પોલીસે કેનાલ રોડ પર લલ્લુડી વોકલા પાસે રહેતા સશીની ધપકડ કરી હતી. જેની પૂછપરછ કરતા વાહનો સળગાવવા પાછળનું ચોકવમરું કારણ આપ્યું હતું. પોલીસે જણાવ્યા મુજબ તે રસ્તા પરથી વાહનો સળગાવ્યા તે રસ્તા કાયમી આવવા-જવાનો રસ્તો હતો અને તે જ્યારે બાઇક લઇને કે ચાલીને તે રસ્તા પરથી નીકળતો ત્યારે તે રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરેલા હોવાથી તેને દર વખતે નડતરરૂપ થતા હતા. જેથી કોઈને ફરિયાદ કર્યા વગર આવેશમાં આવી જ્વલંતશીલ પદાર્થ દ્વારા પાંચ વાહનોને આગ ચાંપી દીધી હતી.