હરિન માત્રાવાડિયા, રાજકોટ: કોરોના કાળમાં ઇન્જેક્શન બાદ હવે ઇનલાઈન ફ્રોડનું કૌભાંડ થયું હોવાની આશંકા સામે આવી છે. કૌભાંડીઓએ રાજકોટ સહિત ગુજરાતના જુદા જુદા પેથોલોજિસ્ટો સાથે ઓનલાઈન ફ્રોડનો નવતર નુસખો અજમાવ્યો છે. પેથોલોજીસ્ટ લેબમાં ફોન કરી આર્મીમાંથી બોલતા હોવાનું કહી કેટલાંક આર્મી જવાનોના કોરોના રીલેટેડ બ્લડ ટેસ્ટ માટે ટેલિફોનિક પૂછતાછ કર્યા બાદ ડીલ ફાયનલ કરીને લેબોરેટરી સંચાલક કે તેના સ્ટાફ મેમ્બરના એકાઉન્ટમાંથી હજારો રૂપિયા ઉપાડી લેવામાં આવી રહ્યા છે. જે અંગે પેથોલોજીસ્ટ દ્વારા સાયબર ક્રાઇમમાં અરજી કરી યોગ્ય કાર્યવાહી માંગ કરી છે. જે લેબનો સ્ટાફ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ઉપયોગ કરતા નો હોય અથવા ઓછો ઉપયોગ કરતા હોય તેવા સ્ટાફ ને નિશાન બનાવી રહ્યા છે.
બાદમાં, ગૂગલ પે અથવા ફોન પે અથવા એમેઝોન પે અથવા પે.ટી.એમ યુપીઆઈ મારફત જ પેમેન્ટનો આગ્રહ રાખી એકાઉન્ટ ચેક કરાવવા પાંચ દસ રૂપિયાની પરસ્પર આપ-લે પણ કરાવે છે. એ દરમિયાન મોબાઈલ પર લિન્ક મોકલતા રહી ઝડપ રાખવાનું કહીને પાંચે'ક વખત લિન્ક ક્લિક કરી ઓકે કરાવતા રહીને પૈસા આપવાનું તો દૂર, ઉલ્ટાનું જે બેલેન્સ હોય ત પણ ઉસેડી લેવાય છે!
ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજિસ્ટ્સ એન્ડ માઈક્રો બાયોલોજિસ્ટ્સ દ્વારા આજે આ બાબત લેખિત ફરિયાદ અરજી આપીને સાયબર ક્રાઈમ સેલ મારફત તપાસની માંગણી ઉઠવવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, પેથોલોજીસ્ટોને જુદા જુદા નંબરો પરથી ફોન આવે છે કે, અમે તમારા શહેર કે જિલ્લામાં ડયૂટી પર મૂકાયા છીએ અને પંદર - વીસ જવાનોને સીઆરપી, સીબીસી, ડી-ડાઈમર વગેરે ટેસ્ટ કરવાના છે માટે કવોટેશન આપો.કવોટેશન મોકલાય તે પછી ફરી ફોન કરી આર્મીના છે તો ડિસ્કાઉન્ટ કરી દો. ડિસ્કાઉન્ટ