

હરિન માત્રાવાડિયા, રાજકોટ : ૂોવાલ રાજકોટમાં 23મી ફેબ્રુઆરીએ એટલે કે, ગઈકાલે મનપાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે જેમાં કૉંગ્રેસનું ધોવાણ થઈ ગયું છે. કૉંગ્રેસે ફક્ત ચાર બેઠક જ મેળવી શક્યું છે. બીજી તરફ ભાજપના અમુક ઉમેદવારોની જીતમાં પણ અનેક વાતો છુપાયેલી છે. રાજકોટ મનપાના આવા જ એક મહિલા ઉમેદવાર માટે 11 નંબર લકી સાબિત થયો છે. રાજકોટના વોર્ડ નંબર 16ના ભાજપના મહિલા ઉમેદવાર સાથે ગજબનો સંયોગ સર્જાયો હતો. વૈષ્ણવ ધર્મ પાળતા રૂચિતાબેન જોશીને કાલનો દિવસ જિંદગીભર યાદ રહેશે. કારણ કે, ગઈકાલે અગિયારસના દિવસે મહાપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં કૉંગ્રેસના ઉમેદવાર રસીલાબેન ગરયાને 8589 મત અને રૂચિતાબેનને 8600 મત મળતા ભારે રસાકસી થઈ હતી અને જીતને લઈ ટેકેદારોના જીવ તાળવે ચોટી ગયા હતા. અંતે રૂચિતાબેન માત્ર 11 મતે વિજેતા જાહેર થયા હતા. મહત્વની વાત એ છે કે, રૂચિતાબેનના ઈવીએમમાં ક્રમાંક નં 11 હતો, 11 મતે તેવો જીત્યા હતા અને મકાનનો નંબર પણ 11 છે અને જોગાનુંજોગ કાલે અગિયારસ પણ હતી. આમ, ૧૧ના આંકડાનો ગજબ સંયોગ રચાયો હતો.


ભાજપે રાજ્યની તમામ 6 મહાનગરપાલિકાઓમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોની ગણતરીમા 68 ઉમેદવારો જીત પણ મેળવી ચૂક્યા છે. ત્યારે રાજકોટમાં ભાજપના મહિલા ઉમેદવાર માત્ર 11 મતે વિજેતા બન્યા છે. રાજકોટના વોર્ડ નં 16માં ભાજપના રૂચિતાબેન માત્ર 11 મતે વિજેતા બન્યા છે. કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મત મળ્યા છે. જ્યારે ભાજપના રૂચિતાબેન જોશીને 8600 મત મળ્યા મળ્યા છે.


રાજ્યમાં મહાનગરોની મતગણતરી બાદ પરિણામોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે મુખ્યમંત્રી રૂપાણીના રાજકોટમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. રાજકોટની કુલ 72 બેઠકોમાં મોટા ભાગની સીટો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.