Home » photogallery » gujarat » રાજકોટમાં વધતા કોરોનાના કહેરને ડામવા અજમાવ્યો એક આઇડિયા, થઇ રહ્યું છે માઇક્રો પ્લાનિંગ

રાજકોટમાં વધતા કોરોનાના કહેરને ડામવા અજમાવ્યો એક આઇડિયા, થઇ રહ્યું છે માઇક્રો પ્લાનિંગ

દરમ્યાન હવે મનપા દ્વારા પણ શહેરભરમાં વધુમાં વધુ લોકોના કોરોના ટેસ્ટ (Corona test) કરવા માટે માઈક્રો પ્લાનિંગ (micro planning) કરવામાં આવ્યું છે.

  • 15

    રાજકોટમાં વધતા કોરોનાના કહેરને ડામવા અજમાવ્યો એક આઇડિયા, થઇ રહ્યું છે માઇક્રો પ્લાનિંગ

    હરિન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટ (Rajkot) શહેરમાં જે રીતે કોરોનાનું (Coronavirus) સંક્રમણ વધી રહ્યું છે તેને લઈને હવે તંત્રની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી રાજ્યના આરોગ્ય વિભાગના (Gujarat health department) અધિકારીઓ, અમદાવાદના ડૉક્ટરની ટીમોએ  (Doctors team) રાજકોટમાં ધામાં નાખ્યા છે અને કોરોનાનું સંક્રમણ કઈ રીતે ઘટે તેને લઈને કામ કરી રહ્યા છે. જે દરમ્યાન હવે મનપા દ્વારા પણ શહેરભરમાં વધુમાં વધુ લોકોના કોરોના ટેસ્ટ (Corona test) કરવા માટે માઈક્રો પ્લાનિંગ (micro planning) કરવામાં આવ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 25

    રાજકોટમાં વધતા કોરોનાના કહેરને ડામવા અજમાવ્યો એક આઇડિયા, થઇ રહ્યું છે માઇક્રો પ્લાનિંગ

    શહેરમાં અંદાજે એક હજાર જેટલા મેડીકલ સ્ટોર છે. આ મેડીકલ સ્ટોરમાં હવેથી જે કોઇપણ વ્યકિત તાવ-શરદી કે ઉધરસની દવા લેવા જશે તે વ્યકિતનું મેડીકલ સ્ટોરમાં નામ, સરનામું અને મોબાઇલ નંબર નોંધાશે. આ નામ સરનામા જે તે વિસ્તારમાં મેડીકલ સ્ટોર હશે તેના વોર્ડ ઓફીસરને રોજેરોજ આપી દેવાશે અને આ વોર્ડ ઓફીસર તેના વિસ્તારના મેડીકલ સ્ટોરનું વોટસએપ ગ્રૃપ બનાવી તેની વિગતો વોર્ડના મેડીકલ ઓફિસરને મોકલશે. મેડીકલ ઓફિસર દર્દીને ફોન કરી અને તેની તબિયતની જાણકારી મેળવેશ અને જરૂર પડશે તો દર્દીનો કોરોના ટેસ્ટ કરાવશે.

    MORE
    GALLERIES

  • 35

    રાજકોટમાં વધતા કોરોનાના કહેરને ડામવા અજમાવ્યો એક આઇડિયા, થઇ રહ્યું છે માઇક્રો પ્લાનિંગ

    સાથેજ ખાનગી 30થી 40 જેટલા ડોકટરો પાસેથી પણ તાવ-શરદી વિગેરેના દર્દીની જાણકારી કોર્પોરેશનના ડોકટર એકત્રીત કરી રહ્યા છે અને બિલ્ડીંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, મોટી સોસાયટીઓ વિગેરેમાં રેપીડ ટેસ્ટ કરી કોરોના સંક્રમિતને શોધવા કામગીરી શરૂ કરાઇ છે.

    MORE
    GALLERIES

  • 45

    રાજકોટમાં વધતા કોરોનાના કહેરને ડામવા અજમાવ્યો એક આઇડિયા, થઇ રહ્યું છે માઇક્રો પ્લાનિંગ

    આ રીતે મનપા હવે લોકોના ઘરો સુધી પહોંચી ટેસ્ટિંગની કામગીરી વધારી છે તો બીજી તરફ શિક્ષકોને પણ સર્વે ની કામગીરી સોંપવામાં આવી છે. આમ હવે તંત્ર કોઈ પણ સંજોગોમાં કોરોનાનું સંક્રમણ વધે નહિ તેને લઈને કવાયત હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 55

    રાજકોટમાં વધતા કોરોનાના કહેરને ડામવા અજમાવ્યો એક આઇડિયા, થઇ રહ્યું છે માઇક્રો પ્લાનિંગ

    રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે સાવચેતી રાખવાના ભાગરૂપે ધંધાર્થીઓને ત્યાં ટોળા ભેગા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી પોતાનો વ્યવસાય કરવા છૂટછાટ આપવામાં આવી છે જે ધ્યાને લઇ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ શહેરની સાત ચાની હોટલ સીલ કરવામાં આવી છે. સીલ કરવામાં આવેલ ટી સ્ટોલમાં (૧) નકલંગ હોટલ - કાલાવડ રોડ, (૨) રવેચી હોટલ - કૃષ્ણ નગર મેઈન રોડ, આનંદ બંગલા ચોક, (૩) શ્રીજી હોટલ - કાલાવડ રોડ, (૪) જય નકલંગ ટી સ્ટોલ - યુનિવર્સિટી રોડ, (૫) મુરલીધર ડિલક્ષ પાન & ટી સ્ટોલ - યુનિવર્સિટી રોડ (૬) મોમાઈ ટી સ્ટોલ - યુનિવર્સિટી રોડ અને (૭) મોમાઈ ટી સ્ટોલ - લીમડા ચોક સહિતની તમામ ચા ની હોટલો સીલ કરવામાં આવી છે. મનપાની ટિમ દ્વારા અલગ અલગ વિતારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવે છે તો સાથેજ આઇવે પ્રોજેકટ દ્વારા પણ નજર રાખવામાં આવે છે અને જો કોઈ નાગરિક ફરિયાદ કરે તો તે વિસ્તારમાં મનપાની ટિમ પહોંચી તાત્કાલિક કાર્યવાહી કરી રહી છે.

    MORE
    GALLERIES