અંકિત પોપટ, રાજકોટ: રાજકોટ (Rajkot) શહેરમાં બરડાઈ બ્રાહ્મણ પરિવારના ત્રણ જેટલા સભ્યોએ ઝેરી દવા પીધા (suicide) હોવાનો બનાવ સામે આવ્યો હતો. જે અંગે તાલુકા પોલીસ દ્વારા બે આરોપીઓ પૈકી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ હાઈવે ઉપરથી દિલીપ કોરાટ (Dilip Korat) નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. તાલુકા પોલીસ દ્વારા દિલીપ વોરાને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે કે અન્ય આરોપી આર. ડી. વોરા નામના વકીલની શોધખોળ હજુ પણ શરૂ છે.
ગત 3 એપ્રિલના રોજ શિવમ પાર્ક શેરી નંબર 2માં વિધાતા નામના મકાનમાં કમલેશભાઈ લાબડીયા નામના વ્યક્તિએ પોતાના પરિવારના સભ્યોને કોરોના નહીં થાય તેમ કહી ઝેરી દવા આપી હતી. જે ઝેરી દવા પ્રથમ કમલેશભાઈ લાબડીયાએ પીધી હતી અને ત્યાર બાદ તેમના પુત્ર અને પુત્રીએ પીધી હતી. દવા પીવાના કારણે પિતા પુત્ર અને પુત્રીને ત્રણેયને ઊલટી શરૂ થતા માતા જયશ્રીબેન દવા પીવાનું ટાળ્યું હતું.
પુત્ર અંકીતનું મૃત્યુ નિપજતા માતા જયશ્રીબેનની ફરિયાદ પરથી બેભાન હાલતમાં રહેલા કમલેશભાઈ વિરુદ્ધ તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ સમગ્ર મામલે કમલેશભાઈના પત્ની જયશ્રીબેન અને કમલેશભાઈના ભાઈ કાનજીભાઈએ દિલીપ કોરાટ અને વકીલ આર.ડી. વોરા અંગે મકાન પચાવી પાડવાના આક્ષેપ કર્યા હતા. તો પોલીસને પણ કમલેશભાઇ પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી.