ગુજરાત (Gujarat Monsoon 2022) ના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજા (Monsoon 2022) ની પધરામણી થઇ ચૂકી છે ત્યારે દક્ષિણ ગુજરાત (South Gujarat Monsoon) સહિત સૌરાષ્ટ્રમાં તો બારે મેઘ ખાંઘા હોય તેમ વરસી રહ્યો છે. ત્યાં જ આજે જૂનાગઢના વિસાવદરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Saurastra Rainfall) વરસી રહ્યો છે. બપોરના સમયે જિલ્લાના વિસાવદર શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી (Visavadar Rain) કરતા ત્રણ કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકી ગચો છે. આજે રાજ્યના કુલ 81 જિલ્લામાં મેઘરાજા (Gujarat Monsoon)એ માજા મૂકી હતી. ત્યાં જ આજે હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી (Heavy rain forecast) કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે જૂનાગઢના માળિયા હાટીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યાં આજે વહેલી સવારથી લઇ સાંજ સુધીમાં 95 mm વરસાદ ખાબક્યો છે. જ્યાં માત્ર બે કલાકમાં જ 36 mm વરસાદ ખાબક્યો હતો. ત્યાં જ ગીર સોમનાથના ઉના તાલુકામાં 37 mm વરસાદ ખાબક્યો હતો. જેના કારણે રોડ અને રસ્તા બેટમાં ફેરવાઇ ગયા હતા. જોકે સીઝનનો સૌપ્રથમ અનરાધાર વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતોના ખેતરમાં કાચા સોના સમાન વરસાદ સાબિત થયો છે. અનરાધાર વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
અમરેલી શહેર અને લાઠીમાં બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે અમરેલી શહેર અને લાઠીમાં 19-19 mm વરસાદ પડ્યો હતો. અહીં બપોરે બે વાગ્યાથી લઇ સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 38 mm વરસાદ ખાબક્યો હતો જે બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. માત્ર બે કલાકમાં આટલો વરસાદ ખાબક્તા શહેરના રાજકમલ ચોકમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે તો શહેરના અન્ય મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભાવનગરમાં આજે સવારે 10 વાગ્યાથી લઇ 12 વાગ્યા સુધીમાં 15 mm વરસાદ ખાબક્યો હતો. ત્યાં જ શહેરમાં ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે મહુવાના મોટી જાગધાર ગામે વિજળી પડવાથી કાકા-ભત્રીજાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાનીમાં મૂકાયા છે. ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ ભાવનગરમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.