

કચ્છના માંડવી ખાતે ખારા પાણીને મીઠું કરવા માટેના ડિસેલિનેશન પ્લાન્ટનું PM મોદીએ ભૂમિપૂજન કર્યુ હતું. દરિયાના ખારા પાણીને મીઠા જળમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પ્લાન્ટથી માંડવી-મુન્દ્રા તાલુકાના આઠ લાખ લોકોને લાભ મળશે. 1100 એમ.એલ.ડીની ક્ષમતા સાથેનો આ મહત્વનો પ્રકલ્પ એક સમયે સાઇડમાં મુકી દેવાયો હોય તેવું દેખાતુ હતું. પણ હવે PMની મુલાકાત સમયે આ પ્લાન્ટનું ભૂમિ પૂજન થતાં સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. અને સંબંઘિત કચેરીના વડા સ્થળ પર સ્થિતિની સમીક્ષા કરી ઉચ્ચ કક્ષાએ રિપોટિંગ કરી રહ્યા છે. પ્લાન્ટ શરૂ થવાનો છે એ જગ્યાની આજુબાજુ ઝાડી કાપવાની સાથે ફેન્સિંગનું કામ ચાલું કરાયું હતું અને હવે અહીયાં ભૂમિ પૂજન થયું છે.


પીએમ મોદીએ જણાવ્યું પોતાના વિશાળ દરિયાકિનારોનો ઉપયોગ કરીને ગુજરાતે કચછના માંડવી ખાતે 100 એમ.એલ.ડી. ક્ષમતાના ડીસેલીનેશન પ્લાન્ટ દ્વારા સમુદ્રના ખારા પાણીને પીવાલાયક મીઠા પાણીમાં બદલવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જેનાથી કચ્છ જિલ્લાના માંડવી, મુન્દ્રા, નખત્રાણા, લખપત અને અબડાસાની ૪ લાખ જેટલી વસ્તીને લાભ થશે. આ ડીસેલીનેટેડ પાણી દ્વારા નર્મદાના પાણીની બચત થઇ શકશે, જેનો ઉપયોગ કચ્છ, રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર અને ભુજ જેવા અન્ય તાલુકાઓમાં પાણીની સુરક્ષા વધારવા માટે થઇ શકશે,


મુખ્યમંત્રી રૂપાણીએ ગત વર્ષે નવેમ્બરમાં ભરૂચ જિલ્લાના દહેજ ખાતે અંદાજે રૂ.881 કરોડના ખર્ચે આકાર પામનાર ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ 100 MLD ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. દહેજ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગો માટે અવિરત પાણીની જરૂરિયાત મુજબ પ્રવર્તમાન 454 MLD પાણી પુરવઠા યોજના સ્થાપિત થયેલી છે. આ PCPIR વસાહતનો પૂર્ણત: વિકાસ થતાં 1000 MLD પાણીની જરૂરિયાતોનો અંદાજ છે.


કચ્છ ઉપરાંત પીએમના કાર્યક્રમ દ્વારા ગીરસોમનાથ સુત્રાપાડાના તાલુકાના વડોદરા ઝાલાના ગામે 3 કરોડ લીટર પાણીને મીઠું કરવાના પ્લાન્ટનું ભૂમિ પૂજન કરાવ્યું છે. આ પ્લાન્ટ દ્વારા ગીરસોમનાથના લાખો લોકોને પીવાનું મીઠું પાણી મળશે.


આવો જ એક પ્લાન્ટ જેમાં 7 કરોડ લીટર એટલે કે 70 એમ.એલ.ડી. પામીની ક્ષમતા છે તે ભાવનગરના ઘોઘામાં લાગશે. અહીંયાથી પણ અરબી સમુદ્રની ખાડીના પાણીને મીઠું કરવામાં આવશે જેથી અનેક વિસ્તારોને પીવાનું મીઠું પાણી મળશે.


ગુજરાત સરકારના આગોતરા આયોજનના ભાગરૂપે આવો જ એક પ્લાન્ટ દ્વારકાના ગાંધવી ગામે લાગશે. આ પ્લાન્ટની ક્ષમતા 70 એમલ,.એલડી એટલે કે 7 કરોડ લિટર પાણી પ્રતિદિન મીઠું કરવાની ક્ષમતા હશે. આ પ્લાન્ટ રાજ્ય સરકાર દ્વારા લોકભાગીદારીના માધ્યમથી સ્થાપવામાં આવશે.


ખારા પાણીને મીઠા કરવાનો કચ્છનો આ પ્રથમ પ્રકલ્પ પુર્ણ થવાથી માંડવી અને મુન્દ્રાના 300 થી વધુ ગામો નર્મદાના અવલંબનથી મુકત થશે. પ્લાન્ટ શરૂ થયા બાદ નવા પંમ્પિંગ સ્ટેશનમાંથી બલ્ક પાઈપ લાઈનને પાણી પુરવઠાની ગ્રીડ સાથે જોડી દેવાશે. આમ પાણી વહેતું થશે ત્યારે ગ્રામ્ય વિસ્તારો તેમજ કેટલાક ઔઘોગિક એકમો લાભન્વિત થશે.