આખા દેશ સહિત ગુજરાતમાં (Gujarat) પણ પેટ્રોલનો ભાવ (Petrol price) કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ 100ને પાર ગયો છે. પહેલા ગીર સોમનાથ અને હવે ભાવનગરમાં (bhavnagar) પણ પેટ્રોલનો ભાવ 100ને પાર થયો છે. ગુજરાતનાં અન્ય મહાનગરોમાં પેટ્રોલનો ભાવ 98 રુપિયાની આસપાસ પહોંચ્યો છે. શહેરનાં શેલમાં સાદા પેટ્રોલનો ભાવ 100ને વટી ગયો છે. જ્યારે આઇઓસી, હિન્દુસ્તાન પેટ્રોલિયલ અને ભારત પેટ્રોલિયમમાં પણ થોડા જ દિવસોમાં એક લીટર પેટ્રલનો ભાવનગર શહેરમાં ભાવ 100 થઇ શકે છે. નોંધનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલે રૂપિયા 100નો આંક વટાવી દીધો છે અને હાલ 100 રૂપિયાને 45 પૈસા પેટ્રોલનો ભાવ પહોંચ્યો છે.
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. સવારે છ વાગ્યાથી નવો ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ જબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.