રાજુદાન ગઢવી, થાનગઢ : સુરેન્દ્રનગરના થાનગઢના સરોડી ગામે હત્યાની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. સરોડી ગામે રિસામણે રહેલ પત્નીને લેવા ગયેલા પતિએ સસરા અને સાળીની હત્યા કરી નાખી છે. કૌટુંબિક ઝઘડામાં કરૂણ અંજામ આવ્યો છે. હુમલો કરનાર અને હત્યા નિપજાવનાર આરોપીનું નામ હિતેષ ભરતભાઇ કોરડીયા છે. નાના એવા ગામમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.
જમાઈ સાથે અન્ય ઈસમો સાસરીયામાં ઘસી આવ્યા હતા અને પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દામજીભાઈ રામજીભાઈ ચાવડા (સસરા) અને સોનલબેન દામજીભાઈ ચાવડા (સાળી)નું મૃત્યું થયું છે. હુમલામાં અન્ય લોકોને ઇજા પહોંચતા થાનગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં ઉષાબેન દામજીભાઇ ચાવડા અને લલિતભાઈ દામજીભાઈ ચાવડાનો સમાવેશ થાય છે.