ગુજરાતના (Gujarat) આ ગામમાં 7600 ઘર છે. દરેક ઘર એકથી એક ચડિયાતા છે. આ ગામ બેંકો માટે પણ મહત્વપૂર્ણ છે. જેથી અહીં 1-2 નહીં પણ 17 બેંક છે. આ બેંકોમાં ઘણી મોટી માત્રામાં પૈસા જમા છે. આ ગામના લોકોનું લંડનથી ખાસ કનેક્શન જ નથી પણ અહીંથી અડધાથી વધારે લંડન અને યૂરોપમાં રહે છે. આ એટલું સમૃદ્ધ ગામ છે કે જેને જોવા માટે દુનિયાભરના લોકો આવે છે.