મેહુલ સોલંકી, કચ્છ : કચ્છની (kutch) કોમી એકતા જગવિખ્યાત છે ત્યારે સરહદી કચ્છમાં એક અદભુત શિવાલય આવેલું છે. જે કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કચ્છના માંડવી તાલુકાના ભાડીયા ગામે આવેલું શિવાલય કોમી એકતાના પ્રતીક સમાન છે કારણકે આ શિવાલય સોદાગરે બંધાવેલું છે તેમજ શિવ મંદિરની બાજુમાં જ પીરની દરગાહ છે બંને ધાર્મિક સ્થળો બાજુમાં છે અને એક જ દરવાજો છે આ સ્થળને અહીંના લોકો મિયા મહાદેવના મંદિરના નામે ઓળખે છે.