અતુલ વ્યાસ, જુનાગઢ : ઘરે બેસી રહેતી મહિલા પણ હવે આત્મનિર્ભર બની પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા લોન અપાતા મહિલાઓ હવે અલગ અલગ પ્રકારના ગૃહ ઉદ્યોગો કરી રોજગારી મેળવી રહી છે. જુનાગઢમાં સખી મંડળ સ્વ સહાય જૂથમાં 1 લાખ 20 હજારની સહાય મેળવી મહિલાઓએ એક નાનું રેસ્ટોરંટ ઉભું કર્યું છે. જેમાં નાસ્તાથી લઇને જમવા સુધીની વ્યવસ્થા છે.
સરકારની અલગ અલગ યોજના સખી યોજના, વિધવા સહાય, આંગણવાડી, મધ્યાહન ભોજનમાં પોતે કામ કરી રોજગારી મેળવી રહી છે. ત્યારે જુનાગઢમાં સખી મંડળ સ્વ સહાય જૂથમાં 1 લાખ 20 હજારની સહાય મેળવી મહિલાઓએ એક નાનું રેસ્ટોરંટ ઉભું કર્યું છે. જેમાં નાસ્તાથી લઇને જમવા સુધીની વ્યવસ્થા છે. અને લોકો અહી ઘર જેવું જમવાનું મેળવે છે સાથે અહી કામ કરતી મહિલાઓ પોતે ગ્રાહકના ઓર્ડર પર ચા, કોફી, નાસ્તા જેવી વ્યવસ્થા પૂરી પાડે છે અને મહીને 10થી 15 હજારની આવક મેળવી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.
જુનાગઢમાં કેન્ટીન ચલાવનાર, રેખા ગણાત્રા જણાવે છે કે, સરકારની અનેક યોજનાઓની જાણકારી મહિલાઓ સુધી સરળ રીતે પહોચી શકે તે માટે સખી મંડળની બહેનો અથાગ પ્રયાસ કરે છે. મહિલાઓને લોન મળી રહે તે માટે તેને માહિતગાર કરી તેને નાના ઉદ્યોગોમાં સાહસ કરી રોજગારી મેળવવાની તકો પૂરી પડે છે. ત્યારે સખી મંડળના સંચાલક નું કહવું છે કે, સરકારની લોન દ્વારા અનેક મહિલાઓ આજે રોજગારી મેળવી સ્વમાનથી જિંદગી જીવી પોતાના પરિવારને મદદરૂપ થઇ રહી છે.