દીપિકા ખુમાણ, જૂનાગઢ : ભવનાથ (Bhavnath fair 2022) ખાતે યોજાતો મહા શિવરાત્રીનો મેળો (Mahashivratri) આખા દેશમાં પ્રસિદ્ધ છે. ત્યારે આજે અહીં મહાદેવના દર્શન કરવા લોકોનું ધોડાપૂર આવી રહ્યું છે. સામાન્ય લોકોની સાથે અહીં સાધુ સંતો અને નાગાબાવાઓનો (naga sadhus in Bhavnath) પણ જમાવડો જોવા મળે છે. મહા વદ નોમથી ભવનાથ મહાદેવને ધ્વજા અર્પણ કરી પાંચ દિવસના અહીં મેળાની શરૂઆત થાય છે
ભવનાથનો મેળો એટલે ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય એમ કહેવાય છે. અહીં લોકો દેશવિદેશથી શિવરાત્રીના દિવસે આવે છે. આ મેળામાં સાધુ અને નાગાબાબાની રવેડી મુખ્ય આકર્ષણ હોય છે. ભવનાથ તળેટીમાંથી રાતે 9 વાગે રવેડીનું ભવનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવશે. નોંધનીય છે કે, બે વર્ષ કોરોનાના કારણે સામાન્ય લોકો આ ભવ્ય મેળાને માણી શક્યા ન હતા.
એક માન્યતા પ્રમાણે, આ રવેડીમાં ભગવાન શિવ અને ગુરૂ દત્તાત્રેય પણ માણસનું સ્વરૂપ લઇને જોડાતા હોય છે. આ રવેડીનું શિવરાત્રી એટલે આજે રાતે 9 કલાકે પ્રસ્થાન થશે. જે ફરીને રાતે 11.30 વાગે પરત ભવનાથ મંદિરે પરત ફરે છે. આ રવેડીમાં જુદા-જુદા અખાડાના સાધુ-સંતો, દિગંબર સાધુઓ અને સાધ્વીઓ ભાગ લેતા હોય છે. રવેડી, અંત કરસરતા દાવ તેમજ મૃગીકુંડમાં શાહીસ્નાન સાથે મેળાની પૂર્ણાહૂતિ થશે.
રવેડીને નિહાળવા મંગળવાર બપોરથી જ ભાવિકો પોતાનું સ્થાન જમાવી લે છે. જુદા જુદા રૂટ પર ફરી રવેડી ભવનાથ મંદિર ખાતે આવશે જ્યાં મૃગીકુંડમાં શાહી સ્નાન અને ભવનાથ મહાદેવની પૂજા સાથે મેળાની પૂર્ણાહૂતિ થશે. બાદમાં મેળામાં આવેલા સાધુ, સંતો પોત પોતાના આશ્રમોમાં જવા રવાના થશે અને ભાવિકો પણ પોતાના માદરે વતન જવા રવાના થશે.
બે વર્ષ બાદ યોજાયેલા મેળાના પ્રથમ દિવસથી જ ભાવિકો ઉમટી પડ્યા હતા. મેળાના 4 દિવસમાંથી 3 દિવસતો ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડતા ખાસ કરીને સાંજના સમયે ટ્રાફિક જામ થતા ભરડાવાવ-સ્મશાન ચાર રસ્તાથી જ વાહનોનો પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. જેના કારણે લોકોને ચાલીને મેળામાં જવું પડ્યું હતું. તેમ છત્તાં 6,75,000થી વધુ ભાવિકોએ મેળાને મનભરીને માણ્યો હતો.