Home » photogallery » gujarat » જામનગરમાં પૂ.ભાઈશ્રીએ ધન્વંતરિ પૂજન કર્યું, ધનતેરસે આયુર્વેદ કેમ્પસમાં છઠ્ઠા આર્યુવેદ દિવસની ઉજવણી

જામનગરમાં પૂ.ભાઈશ્રીએ ધન્વંતરિ પૂજન કર્યું, ધનતેરસે આયુર્વેદ કેમ્પસમાં છઠ્ઠા આર્યુવેદ દિવસની ઉજવણી

Jamnagar News: ખાસ છઠ્ઠા વિશ્વ આર્યુવેદ દિવસ નિમિત્તે આર્યુવેદ દ્વારા પોષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સેમિનાર યોજાયો હતો.

  • 14

    જામનગરમાં પૂ.ભાઈશ્રીએ ધન્વંતરિ પૂજન કર્યું, ધનતેરસે આયુર્વેદ કેમ્પસમાં છઠ્ઠા આર્યુવેદ દિવસની ઉજવણી

    કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં છઠ્ઠા વિશ્વ આર્યુવેદ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ભારત સરકારના આયુષ મંત્રાલયના જામનગર સ્થિત ઇન્સ્ટિયુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્ટ (ITRA) ખાતે ધન્વંતરી જયંતિની ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈશ્રી) ની ઉપસ્થિતિમા દેશની એકમાત્ર આયુર્વેદ ક્ષેત્રે રિસર્ચ માટે રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા આવેલી છે. જ્યાં ખાસ છઠ્ઠા વિશ્વ આર્યુવેદ દિવસ નિમિત્તે આર્યુવેદ દ્વારા પોષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સેમિનાર યોજાયો હતો.

    MORE
    GALLERIES

  • 24

    જામનગરમાં પૂ.ભાઈશ્રીએ ધન્વંતરિ પૂજન કર્યું, ધનતેરસે આયુર્વેદ કેમ્પસમાં છઠ્ઠા આર્યુવેદ દિવસની ઉજવણી

    ધનતેરસના પવિત્ર દિવસે જામનગરની આયુર્વેદ કેમ્પસમાં આવેલી ભગવાન ધનવંતરિની પ્રતિમાને સવારે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ITRAના ડાયરેક્ટર ડો.અનુપ ઠાકર દ્વારા ધનવંતરી પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખાસ સાંદિપની આશ્રમ પોરબંદર ના વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સૌપ્રથમ વખત આયુર્વેદ કેમ્પસમાં આવી પહોંચ્યા હતા અને તેમને પણ ભગવાન ધનવંતરી પૂજન અર્ચન કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 34

    જામનગરમાં પૂ.ભાઈશ્રીએ ધન્વંતરિ પૂજન કર્યું, ધનતેરસે આયુર્વેદ કેમ્પસમાં છઠ્ઠા આર્યુવેદ દિવસની ઉજવણી

    જામનગરમાં છઠ્ઠા ધનવંતરી દિવસ નિમિત્તે યોજાયેલ ખાસ સેમિનારમાં આજની રહેણીકરણીમાં આયુર્વેદ દ્વારા લોકો વધુ સ્વાસ્થ્ય સભર બને તે માટે ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને વિશ્વવિખ્યાત ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરીના પ્રાકટ્યને લઈને પણ લોકોને અવગત કર્યા હતા.

    MORE
    GALLERIES

  • 44

    જામનગરમાં પૂ.ભાઈશ્રીએ ધન્વંતરિ પૂજન કર્યું, ધનતેરસે આયુર્વેદ કેમ્પસમાં છઠ્ઠા આર્યુવેદ દિવસની ઉજવણી

    ખાસ આજના જમાનામાં ભૂખ રુપી દુઃખને તૃપ્ત કરવા આહાર પણ ભગવાન ધનવંતરિની કૃપાથી મળી રહે છે તે પણ આપણા માટે સૌભાગ્યની વાત છે તેવું જણાવી લોકોને ભગવાન ધન્વંતરિની કૃપા બની રહે તેવી અભ્યર્થના સાથે ધનતેરસના શુભ દિવસે ભગવાન ધનવંતરીના પ્રાગટ્યની સર્વેને શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.જામનગરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝા પૂ.ભાઈશ્રીની ખાસ ઉપસ્થિતમાં યોજાયેલા ધન્વન્તરિ પૂજન અને છઠ્ઠા આયુર્વેદ દિવસ સમારોહમાં ખાસ જામનગરના મેયર બીનાબેન કોઠારી અને આયુર્વેદ પ્રેમીઓ તેમજ વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

    MORE
    GALLERIES