કિંજલ કારસરીયા, જામનગર : આજની આધુનિક સદીમાં કોમ્પ્યુટર, લેપટોપ અને ટેબલેટ ઉપરાંત મોબાઇલ લેખનકાર્ય ભુલાવી દીધું છે. ત્યારે પણ અનેક એવા લોકો છે કે જે લેખનકાર્યના શોખીન છે અને કેટલાક પ્રોફેશનલી વર્કથી જોડાયેલા છે. ત્યારે જામનગરમાં (fountain pen selling in Jamnagar) સાડા પાંચ હજારથી અઢી લાખની અવનવી ફાઉન્ટન પેન (fountain pen) બનાવવામાં આવે છે. જેને ખરીદનારો અને લોકોને ભેટમાં આપનારો વર્ગ પણ છે.
વર્ષ 2000માં સૌપ્રથમ લાકડામાંથી ફકત 65 રૂપિયાની કિંમતની બોલપેન બનાવી હતી. ત્યારબાદ ત્રણ ચાર વર્ષની મહેનત બાદ એક્રેલિકની સારી ક્વોલિટીની આકર્ષક રોલર બોલપેન બનાવી એક્ઝિબિશન કરીને ભારતની બહાર જર્મની, હોંગકોંગ, દુબઈ અને અમેરિકા સહિતના અન્ય દેશોમાં આ પેનનું ભારતીય ચલણ મુજબ 200 રૂપિયાની કિંમતે વેચાણ કર્યું હતું.
જામનગરના આ પરિવાર દ્વારા બનાવવામાં આવતી ફાઉન્ટન પેન માં મુખ્યત્વે ભગવાનના કૃતિની કૃતિઓ વાળી પેન લોકો વધુ પસંદ કરી રહ્યા છે. દુંદાળા દેવ ગણપતિ ઉપરાંત સાઇબાબા, શ્રીનાથજી, મારુતિ નંદન, તિરુપતિ બાલાજી સહિતના ભગવાન ની કૃતિ વાળી પેનો બનાવવામાં આવે છે. જેની કિંમત 41,000 (એકતાલીસ હજાર) થી માંડીને 99,000 (નવાણું હજાર) હોય છે.
અઢી લાખની કીમતી મોંઘેરી પેનની વિશેષતા એ છે કે, જર્મન સિલ્વર મટીરીયલ થી ખાસ રામ મંદિરના પ્રતિકૃતિ ના સ્ટેન્ડ સાથે ઝીણવટ ભરી નકશીના શેપ આપી બનાવવામાં આવી છે. સાથે સાથે અયોધ્યામાં નિર્માણ પામનાર 350 મીટરની ઊંચાઈ નિર્માણ પામનાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ ની પ્રતિમા ની આબેહૂબ કૃતિ સમક્ષ પ્રણામ કરેલી મુદ્રામાં પેન સ્ટેન્ડ શોભામાં ચાર ચાંદ લગાવી રહી છે. ભક્તિભાવ સાથે લોકોને આપવામાં આવતી હનુમાન પેનની સાથે ખાસ કોપરની રામ લખેલી માળા ચાંદીના પ્લેટિંગ સાથે આપવામાં આવે છે જે પણ એક આકર્ષણ છે.
જામનગરના કનખરા પરિવારના પેન પાર્ટના એકમથી શરૂઆત કરનારા ત્રીજી પેઢીએ જામનગરમાંથી જ મોંઘીદાટ ફાઉન્ટન પેન બનાવી માયાનગરી મુંબઈમાં પણ વિસ્તાર વધારી જુદા-જુદા દેશોમાં એક્ઝીબ્યુશન કરી વ્યવસાય વિકસાવ્યો છે. આજના કોમ્પ્યુટર જેવા સાધનોના આધુનિક યુગમાં હજી પણ લેખન કાર્ય સાથે સંકળાયેલા શોખીનો સારી મોંઘીદાટ પેન પસંદ કરી રહ્યા છે.
ત્યારે ન્યૂઝ18 ગુજરાતીના પ્રતિનિધિ સાથેની ખાસ વાતચીતમાં અવનવી પેન બનાવી એક્સપોર્ટ કરતા હિરેનભાઈ કનખરાએ જણાવ્યું હતું કે, તેઓ જામનગરમાં અલગ - અલગ 9 મટીરીયલની ફાઉન્ટન પેન બનાવે છે. જેમાં મુખ્યત્વે પિત્તળ, એક્રેલિક, રેજીન, જર્મન સિલ્વર, ટાઇટેનિયમ, એબોનાઈટ, સેલ્યુલોસ એસીટેડ, કોપર અને લાકડામાંથી બનતી મોંઘીદાટ પેન લખવા વાળા ઉપરાંત ભેટ આપવાવાળા પણ પસંદ કરી રહ્યા છે. જેમાં તબીબો, વકીલો, લેખકો અને સંગ્રહકારો અહીથી પેન મંગાવી રહ્યા છે.