અતુલ જોશી : મોરબી જીલ્લામાં જગતના તાતની મુશ્કેલીઓ વધી રહી છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઉભા પાક બર્બાદ થઈ ગયા છે. સર્વે બાદ હજુ સુધી વીમો પણ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. હળવદના ખેડુતને તલના પાકમાં નુકસાની જતા ઉભા તલમાં માલઢોર મુકી દીધા હતા. તલના પાકમાં નુકશાની જતા ઉભો પાક ગાય અને ભેસને ખવડાવી દીધો હતો.