કચ્છ: આ વર્ષના શિયાળામાં (unseasonal rain in Winter) કમોસમી વરસાદ, માવઠાના (Gujarat weather updates) કારણે સામાન્ય લોકો સહિત ખેડૂતોમાં (Gujarat farmer) ચિંતા વ્યાપી છે. વારંવાર બદલાતા વાતાવરણને કારણે મોટાભાગે તમામ ઘરોમાં શરદી ખાંસીનાં (cough cold) દર્દીઓ જોવા મળી રહ્યા છે. ત્યારે ગુરુવારથી, એટલે આવતી કાલથી ત્રણ દિવસ રાજ્યમાં છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતનો કચ્છથી જામનગર સુધીનો દરિયો તોફાની બનવાની ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં 40થી50 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા દર્શાવતા માછીમારોને પણ એલર્ટ કરાયા છે.
ગુજરાતમાં મંગળવારે ઠંડીની વાત કરીએ તો, સૌથી નીચું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે, જુનાગઢમાં 12.5, સુરેન્દ્રનગર 13, જામનગર અને રાજકોટમાં 13.5, પોરબંદર અને કેશોદમાં 14, મહુવા 14.7, ભાવનગર 15, દ્વારકા 16.3 સે.તાપમાને ઠંડી નોંધાઈ છે. આજે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 21મી તારીખ સુધી ગુજરાતના જખૌ, માંડવી કચ્છ, મુંદ્રા, ન્યુ કંડલા, મોરબી પાસે નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર એ દરિયાકાંઠા પાસે કલાકના 40થી 50 કિ.મી. અને મહત્તમ 60 કિ.મી. સુધી પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. જેના કારણે માછીમારોને આ દિવસોમાં દરિયો નહી ખેડવા તાકીદ કરાઈ છે. ઉત્તર-પશ્ચિમ ભારત ઉપર તા.21ના વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકી રહ્યું છે જેની અસર રૂપે હવામાનમાં ફરી પલ્ટો આવશે. આવા માવઠાના સમાચારને કારણે ખેડુતોમાં પણ ચિંતા વ્યાપી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 19મી તારીખે, સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવ દમણમાં વાતાવરણ વાદળછાયું રહેશે. આ સાથે, 20 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ થઈ શકે છે. જ્યારે 21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની આગાહી છે.