સુરેન્દ્રનગર : રાજ્યમાં (Gujarat Pre monsoon) પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાંની સાથે જ દુખદ ઘટના સામે આવી છે. પાટણ અને સુરેન્દ્રનગરમાં (Rainfall in Surendranagar) વીજળી પડતા કુલ ત્રણ વ્યક્તિઓના (death due to lightning) મોત નીપજ્યા છે. લીંબડીના જાંબુ-નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડી હતી. જેમાં એક 26 વર્ષીય મેલાભાઇ પોપટભાઇ દેવથળાનું મોત નીપજ્યું છે. જાંબુ અને નાની કઠેચી બન્ને ગામમાં વીજળી પડતા કુલ બે વ્યક્તિના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ સાથે પાટણમાં પણ વીજળી પડતા મહિલાનું મોત નીપજ્યુ છે. નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 8મી જૂનથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરમાં વીજળી પડતા બે લોકોના ગમખ્વાર મોત નીપજ્યા છે. જ્યારે પાટણના રોડામાં વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે. જેમાં ખેતરમાં કામ કરી રહેલી મહિલા પર વીજળી પડી હતી. જેનું મોત નીપજ્યું છે. આ સાથે નાની કઠેચીના 26 વર્ષીય મેલાભાઇ પોપટભાઇ દેવથળા પર ગત મંગનાપે રાત્રીના કડાકા સાથે વીજળી પડતા ગંભીર ઇજાઓ થઇ હતી. જે બાદ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાતા વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. લીંબડી તાલુકામાં વીજળી પડવાથી કુલ બે વ્યક્તિનાં મોત થયા હતા. જાંબુ અને નાની કઠેચી બન્ને ગામમાં વીજળી પડતા કુલ બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, સાયલા, મૂળી અને ચુડા તાલુકાના વાતાવરણમાં મંગળવારે અચાનક બપોરના સમયે પલટો આવ્યો હતો. જે બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સુરેન્દ્રનગરના લીંબડી,સાયલા, મુળી અને ચુડા સહિતના વિસ્તારોમાં વરસાદથી આગોતરા વાવેતરને ફાયદો થવાની આશા ખેડૂતો સેવી રહ્યાં છે.