અતુલ જોષી, મોરબી: જિલ્લાના મોરબી (Morbi) તાલુકાના ઝીંઝુડા ગામમાંથી રવિવાર રાતે એસ.ઓ.જી અને એ.ટી.એસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આશરે 600 કરોડના ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. આ સાથે જાણવા મળ્યું છે કે, સમગ્ર ડ્રગ્સ કૌભાંડનુ કાવતરૂં વિદેશમા રચવામાં આવ્યું હતું. ડ્રગ્સ પાકિસ્તાનથી એક શખ્સે ભારત પાક દરિયાઈ માર્ગેથી ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યું હતું. આ મામલે આજે ડીજીપીએ પત્રકાર પરિષદ યોજી અનેક ખુલાસા કર્યા હતા.
ગુજરાત ATS ચીફ હિમાંશુ શુક્લાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી જિલ્લાના મોરબી તાલુકાના ઝીંઝુડા ગામના એક મકાનમાં હેરોઇન ડ્રગ્સનો જથ્થો પડ્યો છે. જેથી ગુજરાત એટીએસ અને સ્થાનિક એસઓજીએ મોડી સાંજે 8 વાગ્યાના અરસામાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમા ઝીંઝુડામા રહેતા શમસુદીન હુસેનમીયા સૈયદ પીરઝાદાના ઘરમાં સાચવવામાં આવેલુ કંસાઈનમેનટ ઝડપાયું હતુ. જેમાં 120 કિલો હેરોઈન ઝડપાયું હતુ. 500 કરોડનું અધધધ ડ્રગ્સ ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
તેમજ સમગ્ર મામલે પોલીસે જામનગરના જોડીયાના મુખતીયાર હુસેન, સલાયાના ગુલામ ભાગડ અને ઝીંઝુડાના શમસુદીનને ઝડપી લીધા હતા.આ ડ્રગ્સ પાકિસ્તાનથી એક શખ્સે દરિયાઈ માર્ગે ગુજરાત મોકલ્યુ હતુ. જે બાદ આ ડ્ર્ગ્સને આફ્રિકા મોકલવાનું હતુ. જોકે, આરોપીઓનો આ પ્લાન નિષ્ફળ જતા ડ્રગ્સ ઝીંઝુડા ખાતે રાખવામાં આવ્યું હતું.
આ સમગ્ર ડ્રગ્સ મામલે ડીજીપી આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતુ કે, ગુજરાતમાં ડ્રગ્સ ધુસાડવાનું કાવતરું યુ.એ.ઈ.માં રચવામાં આવ્યું હતું અને પાકિસ્તાનથી એક શખસે ડ્રગ્સ ગુજરાત મોકલ્યું હતુ. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.આરોપીના ઇતિહાસ જોવા જઇએ તો આરોપી શમસુદીન હુસેન મિયાં પીરઝાદા મૂળ બાબરા તાલુકાના મિયા ખીજડિયા ગામનો રહેવાસી છે. જે ઝીંઝુડા તેના સગા રહેતા હોય છેલ્લા 2 વર્ષથી ત્યાં રહીને દોરા ધાગાનું કામ કરતો હતો.
અન્ય આરોપીઓ મુખતીયાર હુસેન ઉર્ફે જબ્બાર જામનગર જિલ્લાના જોડિયાનો રહેવાસી છે અને ગુલામ ભાગડ જામનગર જિલ્લાના સલાયાનો રહેવાસી છે. બંન્ને રીઢા ગુનેગાર છે અને ભારતની એજન્સીઓ અને અનેક પોલીસ સ્ટેશનમાં બન્ને પર અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. પાકિસ્તાનથી માલ મોકલનાર જાવેદ બશીર બ્લોચ પણ અગાઉ દાણચોરી સહિતના અનેક ગુનાઓમાં હાલમાં વોન્ટેડ છે.
ATS દ્વારા છેલ્લા ચાર દિવસથી હતી તમામ પર નજર રાખવામાં આવી રહી હતી. મોરબીના ઝીંઝુડા ગામે પકડાયેલા તમામ આરોપીઓનું સલાયા સાથે કનેક્શન હોવાની શંકા છે. ત્યારે આ પકડાયેલા આરોપીઓની માહિતી ATS હેડ હિમાંશુ શુકલાને મળી હતી. જોકે, પુરાવા એકત્ર કરવાની જરૂરી હતી ત્યારે હેરોઇનનો મોટો જથ્થો ઝીંઝુડા હોવાની માહિતી મળી હતી. જેના આધારે મોટો જથ્થો સર્ચ દરમિયાન પકડી પાડ્યો હતો આગામી સમયમાં મોટા ખુલાસાઓ ATSની તપાસમાં બહાર આવે તેવી પ્રબળ શકયતાઓ સેવાઇ રહી છે. (આરોપીનો)