જોષી અક્ષય,સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર (Surendranagar) દુધની ડેરી પાછળ આવેલા મફતીયાપરામાં રહેતા એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે રૂપિયા ૫૦ હજારની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો. જે અંગે સમાધાન કરવા ગયેલા પરિવાર પર સામેના પરિવારજનોના પાંચથી વધુ સભ્યો દ્વારા ઘાતક હથિયારો વડે હુમલો કરતા એક વ્યક્તિનું (murder in Surendranagar) મોત નિપજ્યુ હતુ. જ્યારે ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં હતાં.
જેમાં કમલેશભાઇ પનારાને ગંભીર ઇજાઓ સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. તેમજ ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત પણ બન્યા હતાં. બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતાં બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પીએમ માટે મોકલી હત્યા અંગેનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. (ઇજાગ્રસ્તો)