દિનેશ સોલંકી,ગીર સોમનાથ: પાક. મરીન દ્વારા અનેકવાર ભારતીય માછીમારોનું (Gujarati fishermen) અપહરણ (kidnapping) કરવામાં આવે છે. જેમાં અનેક વૃદ્ધ અને બીમાર માછીમારો પણ હોય છે. ત્યારે પાકિસ્તાનની જેલમાં (Pakistani Jail) કેદ થયા બાદ તેઓની યોગ્ય સારવાર થતી ન હોવા ના કારણે અનેક વાર માછીમારો પાક જેલમાં મૃત્યુ પામતા હોય છે. ત્યારે વધુ એક ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના સુત્રાપાડાના માછીમારનું પાક જેલમાં મોત થયું છે.