કિંજલ કારસરીયા, જામનગર : ભર શિયાળે ચોમાસા જેવો (Rain in Gujarat)માહોલ થતાં આ વર્ષે ચોમાસા બાદ શિયાળામાં પણ જામનગર (Jamnagar)જિલ્લાના ખેડૂતોની (Farmers)હાલત કફોડી બની છે. એક તરફ કપાસ અને ચણામાં પણ નુકસાની આવી છે. બીજી તરફ ખેડૂતોએ વાવેલા જીરાની હાલત પણ કમોસમી વરસાદે (Gujarat Weather)બગાડી નાખી છે.
જામનગર જિલ્લામાં જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે લીંબુડા, હડીયાણા, વાવડી, બાદનપર, કુનન્ડ અને આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાથી શિયાળામાં વાવેલ જીરાનો પાકમા અણજોઇતો ઉતાર આવવાથી ખેડૂતોનો જીરાનો ઉભો પાક બગડી ગયો છે. જેના કારણે જીરાનો પાકમાં ટ્રેક્ટર હાકીને નાશ કરવા માંડ્યા છે. જીરાના પાકમાં નુકશાનીથી ખેડૂતો ખર્ચમાં ડૂબી ગયા છે. બીજા પાક વાવવા માટે રૂપિયા નથી.
જામનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન સૌપ્રથમ વરસાદ નહીં હોવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં હતા. આ પછી અનાવૃષ્ટિને લઈને ખેડૂતોની હાલત કફોડી હતી. તો શિયાળામાં પણ કુદરત રૂઠી હોય તેમ કમોસમી વરસાદને લઈને માવઠાના માહોલથી શિયાળુ પાકમાં પણ ખાસ્સું નુકસાન થયું છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો 11 હજાર હેકટરમાં વાવેલ જીરાના પાકમાં પણ માવઠાનો માર પડ્યો છે. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખેડૂતો પણ આ પરિસ્થિતિમાં સરકાર ટેકો કરે તેવી લાગણી અને માગણી વ્યક્ત કરી રહ્યા છે.