કોરોના સંક્રમણના (Coronavirus) ફરીથી વધતા કેસને કારણે જગત મંદિર દ્વારકાએ (Dwarka) મહત્ત્વનો નિર્ણય લીધો છે. દ્વારકા મંદિર (Dwarka Temple) 27થી 29 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે. દ્વારકા મંદિરના સંચાલક, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે પરામર્શ કરી મંદિર ફુલડોલોત્સવ દરમ્યાન મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, 28મી તારીખે હોળીનો પવિત્ર પર્વ છે. જેના કારણે ફુલડોલોત્સવની ઉજવણીમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા આવતા હોય છે. પરંતુ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. (shutterstock Image)
માહિતી પ્રમાણે, હોળીના પાવન પર્વે દ્વારકા મંદિરમાં દર્શન માટે ચારથી પાંચ દિવસમાં 2 લાખથી વધુ યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે. જેના કારણે મંદિરમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થઈ શકે અને કોરોના વકરી પણ શકે છે. જેથી ત્રણ દિવસ સુધી મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. (shutterstock Image)
કોરોનાના પ્રકોપની વાત કરીએ તો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 555 નવા કેસ નોંધાયા છે. જ્યારે 482 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. કોરોના સંક્રમણથી અમદાવાદમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4416 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 266313 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.22 ટકા પર પહોંચ્યો છે. હાલ 3212 એક્ટિવ કેસ છે, જેમાંથી 41 લોકો વેન્ટિલેટર પર અને 3171 લોકો સ્ટેબલ છે.