કિંજલ કારસરીયા, જામનગર : જામનગર જિલ્લાના (Jamnagar) ખેડૂતો (Farmer) આજના મોંઘાદાટ અને આધુનિક યુગમાં હવે પ્રાકૃતિક (Natural farming) અને ઝીરો બજેટ ખેતી (Zero budget farming) તરફ વળ્યા છે. એક તરફ ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના ભાવ આસમાને છે ત્યારે આજે પણ કેટલાક ખેડૂતો ગૌ આધારિત (cow farming) ખેતી કરી સારો પાક મેળવી રહ્યા છે.
લીંબુડા ગામના વતની રમેશભાઈ પોતાના વડીલો પાર્જિત ખેતીની જમીનમાં ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. છેલ્લા દોઢ માસથી પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું છે અને આ ઘઉંના પાકમાં તેઓ ગાયનું છાણ, ગૌમુત્ર, દેશી ગોળ, ચણાનો લોટ અને વડલાના વૃક્ષ નીચેથી માટી લઈને મિશ્રણ કરી જીવામૃત બનાવે છે. જે જીવામૃતનો ઘઉંના પાકમાં છંટકાવ કરી ઓછા ખર્ચે સારી ખેતી કરી રહ્યા છે.
આજના યુગમાં આધુનિકતા તરફ વળેલા વિજ્ઞાનને લઈને અનેક દવાઓ બજારમાં હોય છે. તેના ભાવ પણ ખૂબ મોંઘાદાટ હોય છે. તેવા સમયે ઘર આંગણે ગૌ આધારિત ખેતી કરી ખૂબ ઓછા ખર્ચે મહેનત કરી સારો પાક મેળવી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે. આજના હાઇજેનિક યુગમાં સાચું અને સારું ખાવા માટે ધાન્ય નથી મળતું ત્યારે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉગાડવામાં આવતા ઘઉં સહિતના ધાન્ય પાકો લોકોના આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. ત્યારે માત્ર દોઢ મહિનાના મહેનતથી ખેતરમા ઉગાડેલા પાકોના પણ જાણે કિલ્લોલ કરતો હોય તેમ મહેકતો જોવા મળી રહ્યો છે.