પ્રકાશ સોલંકી, બોટાદ : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી (sarangpur hanuman temple) મહારાજનો આજે 172 માં વાર્ષિક પાટોત્સવ ઉજવાયો. શણગાર, આરતી ,અભિષેક, પૂજન,અન્નકૂટ આરતી અને મારુતિ યજ્ઞ સહિત વિશેષ કાર્યકમોનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં સંતો અને મહંતો હાજર રહ્યા હતા..હરિભક્તો માટે ઓનલાઈન દર્શનની (online darshan) વ્યવસ્થા કરવામાં આવી હતી.