

અતુલ જોશી, મોરબી : સરકારે લગ્નમાં મંજૂરી તેમજ વધુ લોકો પર પ્રતિબંધ જાહેર કર્યા બાદ ટંકારા ખાતે વિશિષ્ટ રીતે સમૂહ લગ્ન યોજાયો હતા. જેમાં 26 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ગુજરાતના કોરોના કાળના પ્રથમ સમુહ લગ્ન ટંકારા ખાતે યોજવામાં આવ્યા છે.


ટંકારા સરદાર લેઉવા પાટીદાર સમાજ મહિલા સમિતિ દ્વારા આયોજીત દ્વિતીય સમૂહ લગ્ન 26 નવેમ્બરેને ગુરુવારે તુલસી વિવાહના પાવન દિવસે યોજાયો હતો. આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ છે કે કોરોના કાળમાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ એકસાથે 26 યુગલ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્નમાં ઓછામાં ઓછાં 6 થી 7 હજાર માણસો ભેગા થતાં હોવાથી કોરોનાના કારણે સમૂહ લગ્ન એક સ્થળ પર શક્ય ન હતો. આથી સમાજના કમિટી મેમ્બર દ્વારા સમૂહ લગ્ન નવદંપતી પરિવારના ઘર આંગણે જ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો


શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા અલગ-અલગ નિયમો નક્કી કરવામાં આવેલ હતા. આ સમૂહ લગ્ન એક જ દિવસની અંદર યોજવાના હતા ત્યારે આજે સવારે 8 વાગ્યાથી આ લગ્ન શરૂ થઈ ગયા હતા અને સવારે મંડપ રોપણ, બપોરે સીમિત માણસોની હાજરીમાં જમણવાર, જાન આગમન, સમાજના કમિટી મેમ્બર અને દાતાઓ દ્વારા નવદંપતીને આશીર્વાદ, હસ્તમેળાપ અને ભોજન સમારોહ સાથે લગ્ન પૂર્ણ કરાયા હતા. સાથે જ કોરોના ગાઇડ લાઈન્સનું સંપુર્ણ પાલન કરવામાં આવ્યું હતું. જેમાં ફક્ત 100 વ્યક્તિઓ હાજર રહ્યા હતા.


આ સમૂહ લગ્નમાં કન્યાઓને 77 પ્રકારની વસ્તુ સ્વરૂપે દાતાઓ દ્વારા કરિયાવર તેના ઘેર જઈને આપવામાં આવી હતી. નવ દંપતીઓના ઘરે જ લગ્ન યોજાયા હોવાથી ચોરી મંડપના 5,000 તેમજ જમણવારના 15000 સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા કન્યાઓના માતા-પિતાને આપ્યા હતા. આ દરમિયાન કોરાનાને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન ઉત્સવની તૈયારી માટે પ્રમુખ અશોકભાઈ પટેલ, ઉપપ્રમુખ બેચરભાઈ તેમજ સર્વે મહિલા સમિતિ દ્વારા આપદાને અવસરમાં ફેરવી નાખ્યો હતો.