Home » photogallery » gujarat » Indian Coast Guard: આવી રીતે દિલધડક ઓપરેશનને અંજામ આપે છે ICGના દરિયાઈ અને આકાશીય જહાજ યોદ્ધાઓ

Indian Coast Guard: આવી રીતે દિલધડક ઓપરેશનને અંજામ આપે છે ICGના દરિયાઈ અને આકાશીય જહાજ યોદ્ધાઓ

Gujarat News- ભારતના દરિયાઈ સીમાની રક્ષા કાજે પાણી અને આકાશ માર્ગે કોઈ પણ ઓપરેશનને (Operation)અંજામ આપવા માટે ભારતીય તટ રક્ષક દળ સંપૂર્ણ રીતે સજ્જ છે

विज्ञापन

  • 15

    Indian Coast Guard: આવી રીતે દિલધડક ઓપરેશનને અંજામ આપે છે ICGના દરિયાઈ અને આકાશીય જહાજ યોદ્ધાઓ

    સિદ્ધાર્થ ધોળકિયા, અમદાવાદ : આકાશ હોય કે દરિયાઈ પાણી દેશના દુશ્મનોને ધૂળ ચટાડવા કે ડૂબતા વ્યક્તિનો જીવ બચાવવા માટે ભારતીય તટ રક્ષક દળ (Indian Coast Guard)અત્યાધુનિક ટેકનોલોજી (Technology)અને હથિયારોથી સજ્જ રહેતું જોવા મળે છે. તેના હિંમતવાન જાંબાઝ જવાનોનું મનોબળ અને તેમાં સૌથી અગ્રેસર રહે છે તેમના લડાકુ તત્પર રહેતા જહાજો અને વિમાનો. ભારતના દરિયાઈ સીમાની રક્ષા કાજે પાણી અને આકાશ માર્ગે કોઈ પણ ઓપરેશનને (Operation)અંજામ આપવા માટે ભારતીય તટ રક્ષક દળ સંપૂર્ણ રીતે સજ્જ છે.

    MORE
    GALLERIES

  • 25

    Indian Coast Guard: આવી રીતે દિલધડક ઓપરેશનને અંજામ આપે છે ICGના દરિયાઈ અને આકાશીય જહાજ યોદ્ધાઓ

    એ પછી દરિયામાં ફેલાતું પ્રદુષણ અટકાવવાનું હોય કે દરિયામાં ફસાતા કે ડૂબતા માછીમારોનો જીવ બચાવવાનો હોય કે દેશ વિરોધી કાર્યને અંજામ આપવાનો ઈરાદો ધરાવતી કોઈ શંકાસ્પદ બોટને ઓળખવાની હોય કે પછી ઘૂસણખોરી કે દાણચોરીને (Smuggling)અટકાવવાની હોય ભારતીય તટ રક્ષકના જાંબાઝ જવાનો અને અધિકારીઓ 24 કલાક ખડે પગે તૈયાર રહી છે. અત્યાધુનિક હથિયારો અને ટેકનોલોજી ધરાવતા હેલિકોપ્ટર, વિમાન અને જહાજ દ્વારા સજ્જ બની આ તમામ ઓપરેશનને અંજામ આપવા સતર્ક રહેતા હોય છે.

    MORE
    GALLERIES

  • 35

    Indian Coast Guard: આવી રીતે દિલધડક ઓપરેશનને અંજામ આપે છે ICGના દરિયાઈ અને આકાશીય જહાજ યોદ્ધાઓ

    જેમાં જાંબાઝ અને લડાયક ગણાતા ડોનીયર વિમાન, એએલએચ હોક હેલીકોપ્ટર ધ્રુવ, સાર્થક અને સજગ જેવા જાંબાઝ જહાજ હવાને માત આપી ઝડપી ગતિએ દોડતા એર ઓવરક્રાફ્ટ જે આ ઓપરેશનને અંજામ આપવા હંમેશા ખડેપગે તૈયાર રહેતા હોય છે. જે ભારતીય તટ રક્ષક દળની શાન ગણાય છે. દરિયાઇ પાણીમાં કોઈ પણ સમય હોય કે દિવસ કોઈ પણ ઓપરેશનને અંજામ આપવા માટે એક અલાયદી ખાસ ટ્રેનિંગ આ તમામ વિમાન, જહાજ અને હેલિકોપટર માટે તેનું સંચાલન કરતા તટ રક્ષકના ઝાંબાજ જવાનોને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 45

    Indian Coast Guard: આવી રીતે દિલધડક ઓપરેશનને અંજામ આપે છે ICGના દરિયાઈ અને આકાશીય જહાજ યોદ્ધાઓ

    જેમાં ઓપરેશન દરમ્યાન હવાની ગતિથી લઈ વાતાવરણ અને સંકટ અને બચાવ સમયે ઉપયોગમાં લેવાતા પગલાં ઉપરાંત તમામ એજન્સીએ પછી ATS, BSF, POLICE, NAVY હોય સૌ સાથે સંપર્કમાં રહીને તેઓને ખાસ ટ્રેનિંગ તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યાર બાદ તેઓને આપવામાં આવેલ દિલધડક ઓપરેશનનો પ્રારંભ શરૂ થાય છે. આવા જ અલગ અલગ ઓપરેશનની ઝીણવટ ભરી માહિતી મળી શકે તે હેતુથી ભારતીય તટ રક્ષક દળ દ્વારા એક ડ્રીલ આયોજિત કરવામાં આવી હતી અને તેના વિશે ખાસ જાણકારી આપવામાં આવી હતી. જેમાં દરિયામાં ફસાયેલ વ્યક્તિનો જીવ બચાવવો, દરિયામાં રેલાયેલ ઓઈલ વધુ ન ફેલાય અને પ્રદુષણ પર અસર ન થાય તે માટે હેલિકોપ્ટર દ્વારા કેમિકલનો માર કરી તેને વધતા રોકવું તેમજ લાગેલ આગને બુઝાવવી કે અન્ય ઓપરેશનને કઇ રીતે અંજામ આપવામાં આવે છે તેનો ચિતાર જોવા મળ્યો હતો.

    MORE
    GALLERIES

  • 55

    Indian Coast Guard: આવી રીતે દિલધડક ઓપરેશનને અંજામ આપે છે ICGના દરિયાઈ અને આકાશીય જહાજ યોદ્ધાઓ

    શિસ્ત, સતર્કતા, સજ્જતા, સંગઠનના તાલમેળ સાથે આ જવાનો તેમજ અધિકારીઓ પોતાના જીવની પરવા કર્યા વગર માત્ર ને માત્ર વ્યમ રક્ષામઃ એટલે કે તમારી રક્ષા એજ અમારો મુખ્ય ઉદ્દેશ સાથે દેશની સેવા માટે સજ્જ રહેતા હોય છે. ભારતની દરિયાઈ સીમામાં ઘૂસતા દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો, દાણચોરો કે ઘુસપેઠીયાઓને રોકવામાં સજ્જ બને છે અને દેશને સુરક્ષિત હોવાનો અહેસાસ અપાવે છે. જેના ભાગરૂપે આજે ભારત દેશના નાગરિકો પોતાને પૂર્ણ સુરક્ષિત હોવાનો શ્વાસ લઈ ગર્વ અનુભવે છે કારણ કે અમારી સુરક્ષા માટે તત્પર અને સજ્જ છે ભારતીય તટ રક્ષક દળ.

    MORE
    GALLERIES