

ભારત અને ચીન (India-China Border Tension)ની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવની પરિસ્થિતિ હજી પણ બનેલી છે. સોમવારે લેફ્ટિનેંટ જનરલ (LT General Level Talks)ની વચ્ચે વાતચીત થઇ. એલએસીએ પર ચીનના મોલ્ડા વિસ્તારમાં લગભગ 12 કલાક સુધી આ બેઠક ચાલી હતી. અને તેના સકારાત્મક પરિણામો પણ આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ મીટિંગ પછી સેનાએ આ મામલે પોતાનું પહેલું નિવેદન આપ્યું છે. જાણકારી મુજબ ભારતે સાફ-સાફ શબ્દોમાં કહ્યું કે ચીન પોતાની સીમામાં પાછું ફરે.


ઘટનાક્રમ સાથે જોડાયેલા અધિકારીઓ મુજબ ભારતીય સેનાની તરફથી કહેવામાં આવ્યું હતું કે મીટિંગમાં કંઇ ખાસ પ્રભાવી પરિણામો નહતા નીકળ્યા પણ તેમ છતાં બેઠક સકારાત્મક અને સૈહાર્દપૂર્ણ રહી હતી. આ વાતચીતમાં પૂર્વ લદાખથી સૈનિકો હટાવવા માટે શું પગલા લઇ શકાય તે મામલે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. વાતચીત દરમિયાન ભારતે સ્પષ્ટ કર્યું હતું કે એલએસીમાં જેવી સ્થિતિ 5 મે પહેલા હતી તે પાછી સ્થાપિત થવી જોઇએ.


પૂર્વ લદાખના ચુશુલ સેક્ટરના ચીની ભાગ મોલ્ડામાં સોમવારે લગભગ 11:30થી આ બેઠકને શરૂ કરવામાં આવી હતી. દેશના ટોપ સૈન્ય નેતૃત્વએ પૂર્વ લદાખમાં જે સ્થિતિ છે તેની પણ વિસ્તૃત સમીક્ષા કરી છે. મોલ્ડામાં થયેલી વાતચીતમાં ભારતીય પક્ષ કરી રહેલા 14માં કોરના કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ હરિંદર સિંહ અને ચીની પક્ષથી તિબ્બત મિલિટ્રી ડિસ્ટ્રિક્ટ કમાન્ડર વચ્ચે આ બેઠક મળી હતી.


બંને પક્ષો વચ્ચે આ જગ્યાએ 6 જૂને પણ લેફ્ટિનેંટ જનરલ લેવલની પહેલી બેઠક થઇ હતી. આ દરમિયાન બંને પક્ષોએ ગતિરોધને દૂર કરવા માટે એક સમજૂતીને અંતિમ રૂપ આપ્યું હતું. જો કે 15 જૂને થયેલી હિંસક ઝડપ પછી સીમા પર સ્થિતિ બગડી હતી. આ પછી ભારત અને ચીને 3500 કિલોમીટરની વાસ્તવિક સીમાના અધિકાંશ ક્ષેત્રો પર સૈન્ય તૈનાતી તેજ કરી હતી.


આ વચ્ચે થલ સેનાના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ મંગળવારે લેહની મુલાકાત કરી હતી. જનરલ નરવણે અહીં સીમા સુરક્ષા અને 14 કૉર્પ્સના અધિકારીઓ સાથે થયેલી હાઇ લેવલ મીટીંગ મામલે પણ ચર્ચા કરી હતી.