ગીર સોમનાથ : રાજ્યમાં (gujarat) ચોમાસાએ ધમાકેદાર બેટિંગ બોલાવી છે. દરમિયાન 24મી ઑગસ્ટે (24 August gujarat rains) રાજ્યમાં સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. આ વરસાદના કારણે ગીરસોમનાથ જિલ્લાનો સોમથના-પ્રાચીતીર્થ રોડ બંધ થઈ ગયો હતો. સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર કપિલા નદીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
સૌરાષ્ટ્રમાં પડેલા સાંબેલાધાર વરસાદના કારણે ગોંડલનું અક્ષર મંદિર (Akshar temple of Gondal) અને જામનગરના દરેડમાં આવેલું ખોડિયાર મંદિર (khodiyar Temple of dared jamnagar) પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પૂરનાં પાણી ફરી વળતા આ દેવસ્થાનોનો ડરામણો નજારો જોવા મળ્યો છે. જોકે, મોબાઇલના શૂટિંગમાં (Video of jamnagar and gondal flood) આ પૂરનાં દૃશ્યો કેદ થયા હતા.
ભુજ : કચ્છ (Kutch Rain Updates)માં આ વર્ષે મેઘરાજાએ ભારે હેત વરસાવ્યું છે. 23મી ઓગસ્ટ સુધી કચ્છમાં સિઝનનો 188 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કોઈ પણ વિસ્તારમાં પડેલો આ સૌથી વધારે વરસાદ છે. સોમવારે પણ કચ્છમાં મેઘમહેર શરૂ રહી હતી. ત્યારે કચ્છની જીવાદોરી સમાન એવો ટપ્પર ડેમ (Tappar Dam) છલકાયો છે. ડેમ ઓવરફ્લો (Overflow) થયા બાદ તેના ત્રણ દરવાજા ખોલવમાં આવ્યા છે. પૂર્વ કચ્છને આ ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવતા ડેમ નીચે આવતા 12 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સોમવારે પણ ભુજ તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ભુજ શહેર, માધાપર સહિતમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. ટપ્પર ડેમ, ખારી નદી.
મોરબી જિલ્લામાં વહેલી સવારથી મેઘ મહેરબાન છે. આજે સવારે ભારે વરસાદ પડ્યો હતો. મોરબી જિલ્લામાં વહેલી સવારે બે કલાકમાં હળવદમાં 3 ઈંચ, મોરબીમાં 2 ઈંચ, ટંકારામાં પોણો ઈંચ, વાંકાનેર અને માળીયામાં અડધો ઈંચ વરસાદ નોંધોય છે. જ્યારે મોરબી જિલ્લાના ટંકારમાં છેલ્લા 24 કલાકમાં 10.8 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે હાલ મળતી માહિતી પ્રમાણે, મચ્છુ 2 ડેમનો ધસમસતો પ્રવાહ હાઇવે પર ફરી વળ્યાં છે. જેના કારણે મોરબી કચ્છ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટની આજી નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા 1000થી 1200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરવાસ અને રાજકોટમાં વરસાદને કારણે આજી નદી ગાંડીતૂર થઇ છે. આજી ડેમની જળ સપાટી વધતા પાણી નદીમાં આવ્યું છે અને નદીનાં પાણી લોકોના ઘર સુધી પહોંચી જતા સ્થિતિ વણસી છે. જોકે, તંત્ર ગઇકાલે શનિવારથી લોકોને સ્થળાતંર કરાવી રહ્યું છે. હાલ રામનાથપરા, ભવાનીનગર વિસ્તારમાં વરસાદી પાણી આવી ગયા છે.