ટેક્સ બચાવવા માટે ELLSમાં રોકાણ કરો- ELLS રોકાણકારને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે અને સાથે જ નાણાંકીય વર્ષમાં 1.5 લાખ રૂપિયાની મહત્તમ મર્યાદા સુધી 80C હેઠળ કર કપાતનો લાભ મળે છે. કારણ કે ELLS ઇક્વિટી-ઓરિએન્ટેડ સ્કીમ છે, તેથી તેઓ ઉચ્ચ અસ્થિરતાનું જોખમ છે. તેથી રોકાણકારોએ વોલેટિલિટી રિસ્ક ઘટાડવા અને લાંબાગાળે સરેરાશ ખર્ચનો લાભ મેળવવા માટે એસઆઈપી મોડ દ્વારા રોકાણ કરવું જોઈએ.
લાંબાગાળાના રીટર્ન માટે ઈક્વિટી ફંડ્સમાં રોકાણ કરો-ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જ્યાં તમે કેટલું જોખમ લેવા માટે તૈયાર છો, તેના આધારે તમે વળતર મેળવવા માટે રોકાણ કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમારે ઊંચું વળતર જોઈતું હોય અને ઊંચું જોખમ લેવા તૈયાર હોય એટલે કે યુવાન વયે તમે સ્મોલ કે મિડ-કેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરી શકો છો. બીજી તરફ જો તમે મધ્યમથી વધુ જોખમ લેવા માટે તૈયાર છો, એટલે કે મોટી ઉંમરે લાર્જ-કેપ ફંડમાં રોકાણ કરી શકો છો. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ જાળવી રાખવાથી તમને લાંબાગાળે વેલ્થ ક્રિએશનમાં મદદ મળી શકે છે.
લમ્પસમ રોકાણ માટે ડેબ્ટ ફંડમાં રોકાણ કરો-પગારદાર લોકો યોગ્ય ડેટ ફંડ્સમાં લમ્પસમ રોકાણ કરી શકે છે, કારણ કે તેઓ ઇક્વિટી સ્કીમ્સની તુલનામાં ઓછું જોખમ ધરાવે છે. વધુ સારી લિક્વિડિટી આપે છે અને સ્થિર વળતર આપે છે. જોખમની ક્ષમતા અને વળતરની અપેક્ષાના આધારે તમે યોગ્ય ડેટ ફંડ પસંદ કરી શકો છો. જો તમે જોખમ નથી લઇ શકતા તો તમે ટૂંકા ગાળાના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના એક્સપોઝર સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.
આ બાબતોનું રાખો ધ્યાન -મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની પસંદગી કરતી વખતે હંમેશાં ખર્ચનો ગુણોત્તર, ભૂતકાળ અને વર્તમાન કામગીરી, પોર્ટફોલિયોમાં રોકાણની ગુણવત્તા વગેરે જેવા પરિબળોના આધારે વિવિધ યોજનાઓનું એનાલિસીસ અને તુલના કરો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે વૈવિધ્યકરણની માત્રા યોગ્ય રીતે જાળવવી જરૂરી છે. વધુ રીટર્ન મેળવવા મોટી રકમનું રોકાણ કરવું તેવું જરૂરી નથી. તમે યોગ્ય પ્લાનિંગ અને નોલેજ સાથે ઓછી રકમથી પણ વધુ વળતર મેળવી શકો છો.