Home » photogallery » gujarat » સાબરકાંઠા: પાછોતરા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી, તૈયાર પાક તો શું ઘાસચારો પણ બગડવા લાગ્યો

સાબરકાંઠા: પાછોતરા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી, તૈયાર પાક તો શું ઘાસચારો પણ બગડવા લાગ્યો

Rainfall in gujarat: ઘાસચારો પણ બગડી ગયો છે જેનાથી પશુઓ પણ ખાઈ શકે તેમ નથી. તો માર્કેટમાં વેચવા જતા પણ યોગ્ય ભાવ મળી શકે તેમ નથી જેને લઈને ખેડુતોની હાલત કફોડી બની છે.

विज्ञापन

  • 15

    સાબરકાંઠા: પાછોતરા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી, તૈયાર પાક તો શું ઘાસચારો પણ બગડવા લાગ્યો

    ઈશાન પરમાર, હિંમતપુર : સાબરકાંઠા (Sabarkantha)  જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના (rain eater in farm) કારણે ખેડુતોની (Farmer) હાલત કફોડી બની ગઈ છે.  મગફળી  (peanut farming) તો ઠીક પણ ઘાસચારો પણ હાલ તો પશુઓને ખાવા લાયક નથી રહ્યો. જેને લઈને ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ચોમાસાની શરૂઆતમાં ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા હતા હવે ખેડૂતો વરસાદ ક્યારે બંધ થાય તેની રાહ જોઇ રહ્યા છે. ખેડૂતો મેઘરાજાને વરસાદ બંધ કરવા માટે કરગરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    સાબરકાંઠા: પાછોતરા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી, તૈયાર પાક તો શું ઘાસચારો પણ બગડવા લાગ્યો

    સાબરકાંઠા જીલ્લાના ખેડુતોની હાલની સ્થિતી તો દયનીય ભાખી રહી છે અને જેના કારણે ખેડુતોને મોટા પ્રમાણમાં નુકશાન જોવા મળ્યુ છે. જીલ્લામાં સૌથી વધુ  મગફળીનુ વાવેતર છે. તો આ ઉપરાંત કપાસ, કઠોળ હોય કે શાકભાજીના પાકોનું પણ વાવેતર કર્યુ છે. પરંતુ વરસાદે ખેડુતોના હાલ બેહાલ છે. સાબરકાંઠાના તલોદ, પ્રાંતિજ, હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદને લઈને ખેડુતોનો પાક પાણી પાણી થઈ ગયો છે. વાત કરીએ મગફળીની તો મગફળીના દાણા અને મગફળી પલળી જવાથી કાળી પડી ગઈ છે અને જેમાં ભારે નુકશાન થયુ છે. તો તેનો ઘાસચારો પણ બગડી ગયો છે જેનાથી પશુઓ પણ ખાઈ શકે તેમ નથી. તો માર્કેટમાં વેચવા જતા પણ યોગ્ય ભાવ મળી શકે તેમ નથી જેને લઈને ખેડુતોની હાલત કફોડી બની છે.

    MORE
    GALLERIES

  • 35

    સાબરકાંઠા: પાછોતરા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી, તૈયાર પાક તો શું ઘાસચારો પણ બગડવા લાગ્યો

    હિંમતપુરના ખેડુત, મનોજભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે, અમુક ખેતરમાં મગફળી એવી છે કે, જેમાંથી એક કણ પણ ખેડુતોને મળી શકે તેમ નથી. જે મગફળી છે તે પણ કાળી થઈ ગઈ છે અને અંદરના દાણા પણ બગડી ગયા છે. સાબરકાંઠા જીલ્લાના અનેક વિસ્તારો એવા છે કે, જે વિસ્તારમાં મગફળીમાં નુકશાન જોવા મળ્યુ છે.

    MORE
    GALLERIES

  • 45

    સાબરકાંઠા: પાછોતરા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી, તૈયાર પાક તો શું ઘાસચારો પણ બગડવા લાગ્યો

    હિંમતપુરના ખેડુત, પિન્ટુભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે, આમ તો ખેડુતોને પહેલા વરસાદ પાછો ખેચાયો ત્યારે મહા મહેનતે મોઘીદાટ દવાઓ, ખાતર અને બિયારણ નાંખી પાક ઊભો કર્યો પરંતુ પાછોતરો વરસાદ પડતા જ પાકને નુકસાન થઈ રહ્યુ છે. આમ તો અત્યારે મગફળી તૈયાર થઈ ગઈ છે. જે ખેડુતો મગફળી કાઢે છે તેના પર વરસાદ પડતા મગફળી બગડે છે તો જે મગફળી ખેતરમાં છે તે મગફળી ખેતરમાં જ ઉગી નિકળે છે. તેનાથી પણ ખેડુતોના ઉત્પાદનમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.  હજુ તો વરસાદની આગાહી છે તો જે બચેલો પાક છે તે પણ નષ્ટ થઈ જશે તેવી ભિતી છે.

    MORE
    GALLERIES

  • 55

    સાબરકાંઠા: પાછોતરા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી, તૈયાર પાક તો શું ઘાસચારો પણ બગડવા લાગ્યો

    ખેડુતોનુ આ વર્ષ તો જાણે કે, ભારે લાગી રહ્યું છે, જે પણ પાકની ખેતી કરી તે તમામ પાકમાં નુકશાન જોવા મળ્યુ છે અને પાછોતરા વરસાદે તો જાણે કે કહેર રૂપી વરસ્યો છે. જેમાં મગફળીમાં મોટા પ્રમાણે નુકસાન થઈ રહ્યુ છે. જો હજુ પણ વરસાદ વરસે તો બચેલા પાકને પણ ભારે નુકસાન થાય તેમાં નવાઈ નહિ.

    MORE
    GALLERIES